India

મોટી બહેન સાથે રમી રહેલી નાની બહેનનુ એવી રીતે કરુણ મોત નિપજ્યું કે કોઈ ને ખબર પણ ના પડી…

કહેવાય છે ને ક્યારેક કોઈ ઘટના આકસ્મિક બની જતી હોય છે. હાલમાં જ એક એવી ઘટના બની કે, મોટી બહેન સાથે રમી રહેલી નાની બહેનનુ એવી રીતે કરુણ મોત નિપજ્યું કે કોઈ ને ખબર પણ ના પડી.ખરેખર આ ખૂબ જ દુઃખ ઘટના છે. આ ઘટનાને કારણે પરિવારમાં શોકની લાગણીઓ છવાઈ ગઈ છે. આ ઘટના બની રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી. જ્યાં ઘરમાં દોઢ વર્ષની બાળકી પાણીની ટાંકીમાં રમતા રમતા મૃત્યુ પામી હતી અને પરિવારના કોઈ સભ્યને પણ આ ઘટનાની જાણ થઈ ન હતી. પરિવારને તેના વિશે ખબર પડી ત્યાં સુધીમાં તેના શ્વાસ થંભી ગયા હતા.

આવી ઘટના અનેક વખત બનતી હોય છે, આપણે અવારનવાર આવી ઘટનાઓ વિશે સાંભળતા હોય છે. ત્યારે આવા કિસ્સામાં દરેક માતા પતા માટે ચેતવણી રૂપ સમાન છે.અમે આ ઘટના વિશે તમને સંપૂર્ણ માહિતી આપીએ. આખરે એવું તે શું બન્યું હતું. આ બાળકી સાથે કે તેને પોતાનો જીવ ગુમાવો પડ્યો.આ દુઃખદ ઘટના મંગળવારે મોડી સાંજે ભરતપુરના અણીમાં બની હતી. જ્યારે દોઢ વર્ષની માસુમ બાળકી વિક્રાંશી તેની મોટી બહેન હિમાંશીસાથે રમતી વખતે ઘરના વાળામાં આવી હતી. અહીંયા પાણીની ટાંકી રાખવામાં આવી હતી. જ્યાં રમતા રમતા માસૂમ પાણીની ટાંકીમાં પડી ગઇ હતી. જ્યારે આ વાતની ઘરમાં સૌ કોઇ ચિંતામાં મુકાઈ ગયા હતા.

.પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. ઘરના લોકોએ બાળકને જોયું ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની જ્યારે ઘરના તમામ સભ્યો ખેતરમાં કામ કરવા ગયા હતા. જ્યારે ઘરની મહિલાઓ કામમાં વ્યસ્ત હતી. થોડા સમય પછી જ્યારે ઘરની મહિલાઓનું ધ્યાન યુવતીઓ તરફ ગયું તો તેઓએ 3 વર્ષની હિમાંશીને વાળામાં એકલી રમતી જોઈ. પણ નાની વિક્રાંતી દેખાતી ન હતી. જ્યારે મહિલાઓએ વિક્રાંશીની અહી-ત્યાં શોધ કરી તો તે પાણીની ટાંકીમાં પડેલી મળી આવી હતી. આ જોઈને મહિલાઓએ બૂમો પાડી હતી. પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને માસૂમ વિક્રાંતીનું મોત થઈ ગયું હતું.મૃતકની આત્મને શાંતિ મળે એજ પ્રાર્થના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!