Gujarat

લાખો રૂપિયા અને જમીન હોવા છતાં 87 વર્ષની ઉંમરે 17 લાખની ગાડીમાં આ બાપા સીતાફળ વેચે છે…

આજના સમયમાં કોઈ કામ નાનું કે મોટું નથી હોતું! આ વાત ભાગ્યે જ કોઈ સમજી શકે છે. ખરેખર આમ પણ આ વાત સત્ય છે કારણ કે જીવનમાં તમે ગમે એટલાં ધનવાન કેમ ન બની ગયા હોય પરંતુ પોતાનો એ સમય ક્યારેય ન ભૂલવો જોઈએ જેના થકી તમે આગળ આવ્યા હોય. આજે અમે આપને એમ એવા વ્યક્તિની વાત કરીશું જેઓ 87 વર્ષની ઉંમરે 17 લાખની SUV કાર લઈને સીતાફળ વેછે.

હવે તમે વિચાર કરો કે આ વ્યક્તિને રોડ ઉપર સીતાફળ વેચવાની ક્યાં જરૂર છે? તમારા મનમાં અનેક સવાલો થતા હશે તો અમે જણાવીએ કે ભાવનગર થી તળાજા તરફ જતાં રોડ વચ્ચે 87 વર્ષના ગિલા બાપા પોતાની 17 લાખની ગાડી લઈને છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગ પર સીતાફળ વેચવા આવે છે. તેની પાછળ કોઈ આર્થિક કારણ જવાબદાર નથી પરંતુ તેઓ ખૂબ જ સુખી છે.

તેમને 10 વિઘામાં પોતાનો ફાર્મ હાઉસ છે, જ્યા સિઝન મુજબ દાડમ અને સીતાફળ થાય છે. આજે આ ફળો થકી તેઓ ધનવાન બન્યો હશે. તેઓ 20 વર્ષથી આ કામ કરે છે અને 87 વર્ષની વયે પહોંચતા પણ તેઓ પોતાનું કામ ભુલ્યા નથી અને આજે તેઓ લાખો રૂપિયાની સંપત્તિ ધરાવતા હોવા છતાંય પણ આજે તેઓ કોઈપણ જાતની શરમ કે સંકોચ રાખ્યા વગર તાઢ તડકામાં આવી રીતે સીતાફળ વેચે છે અને આ પહેલા તેઓ 15 વર્ષ સુધી ગામમાં વેચવા જતા અને હવે 5 વર્ષથી આ રોડ પોતાની ગાડી લઈને આવે છે.

તેમની સાથે તેમનો પૌત્ર પણ હતો અને તેમને જણાવ્યું કે તેઓ બસ પોતાના કામને જાળવવા માટે જ વેચે છે. સીતાફળનાં બોક્સ 150 થી 300 સુધીની કિંમતના છે અને તેઓ પોતાના ફાર્મમાંથી તોડીને બોક્સમાં ભરીને પોતાની મોંઘી કારમાં લઈને અહીંયા રોજ આવે છે. આ બાપા આ સીતાફળ વેચે છે. આ ઉંમરે જોશ અને હિંમત સાથે કામ કરવું એ ખૂબ જ સારી વાત કહેવાય.ખરેખર આવા જ વ્યક્તિઓ સાચા ધનવાન કહેવાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!