Gujarat

બુટલેગર નો ગજબ નો કીમીયો પણ કામ ના લાગ્યો ! સ્ટેટ મોનિટરીંગ સેલ એવી જગ્યા એ થી લાખો રુપીઆ નો દારુ ઝડપયો કે તસવીરો જોઈ ચોકી જશો

હાલમાં જ થોડા દિવસ પહેલા જ દારૂ ભરેલી ઇકો પલટી મારી જતા ચરોતરફ દારૂને લેવા ધોડધામ મચી હતી. આપણે જાણીએ છે કે. દારૂબંધી હોવા છતાં પણ ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર રીતે રેલમ છેલ બોલે છે. હાલમાં જ નરોડા પોલીસના ના જણાવ્યા મુજબ 1152 બોટલ જથ્થો ઝડપવામાં આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.


દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા કીમિયા કરે છે. અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનની હદમાં આવતી દારૂની ગાડી વિજિલન્સે પકડી છે. સામાન્ય રીતે આ વિસ્તારમાં દારૂના ગાડીઓ પસાર થતી હોય ત્યારે સ્થાનિક પોલીસ નિષ્ક્રિય હોય તે ચોંકાવનારી બાબત છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ રોજ પકડાય છે

દારૂની હેરાફેરી કરતા પોલીસથી બચવા અવનવી તરકીબો બૂટલેગર અજમાવે છે. ત્યારે નરોડા પોલીસ સૂતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે શાકભાજી ભરેલા ટેમ્પામાંથી 2.50 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે.


નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે ભાટિયાની હદમાં આવેલા નાના ચિલોડાના સર્વિસ રોડ પરથી શાકભાજીના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળતા ગાંધીનગર નજીક નાના ચિલોડા સર્વિસ રોડ પર ફૂલાવર ભરેલો ટેમ્પો રોક્યો હતો જેમાંથી ફુલાવર બહાર કાઢતા અંદરથી દારૂની પેટી મળી આવી હતી.


સ્ટેટ મોનિટરિંગ સેલે જેમ જેમ ફુલાવર હટાવ્યા તેમ અંદરથી દારૂની પેટી મળતી રહી હતી. ટેમ્પામાં વચ્ચે દારૂની પેટી મૂકીને ચારે તરફ ફુલાવર મૂકવામાં આવ્યા હતા. જેથી પોલીસને જાણ ન થાય. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલે રસ્તામાં જ દારૂ ઝડપી પાડ્યો હતો. કુલ 1152 બોટલ દારૂ, 1160 રૂપિયા રોકડા અને ટેમ્પો એમ કુલ 10,61,880 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


દારૂની સાથે ઓઢવમાં રહેતા બાબુલાલ રામપ્રેમ યાદવની ધરપકડ કરાઈ છે. જ્યારે દારૂ મંગાવનાર બૂટલેટર સોનુ ફરાર છે. બે આરોપીઓને પકડીને નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે.નરોડા પોલીસ સ્ટેશન અમદાવાદની બોર્ડર પર હોવાથી દારૂ ઝડપાયો છે, પરંતુ નરોડા પોલીસની રહેમ નજર હેઠળ દારૂની હેરાફેરી કે વેપાર થાય છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!