Gujarat

તંત્ર ની મહેનત રંગ લાવી ! બાળક ના પિતા ની ઓળખ થઈ ગઈ પરંતુ..

કહેવાય છે ને કે, અનેક દેવો ને પુજીએ ત્યારે ભગવાન દીકરો આપે છે! માણસ દીકરાની પ્રાપ્તિ માટે અનેક માનતાઓ કરે છે, ત્યારે ભગવાન દીકરા નું સુખ આપે છે, ત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે જેના લીધે ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી છે. ખૂબ જ સુંદર અને સ્વસ્થ બાળક ને ગૌશાળામાં મૂકીને ચાલ્યું ગયું ત્યારે હાલમાં સમગ્ર ગુજરાતના લોકોની સ્મિત પર નજર હતી . ખરેખર આ બાળક હાલમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું કારણ કે ગૃહામંત્રી શ્રી હર્ષ સંઘવી સ્વંય તેમને મળવા ગયા અને બાળક નાં માતા પિતાને શોધવા માટે અપીલ કરી છે.

વાત જાણે એમ છે હતી કે,પેથાપુર સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવેલ બાળકને ડોક્ટર્સ હાલ સ્મિતના નામ આપેલું હતું અને હાલમાં જ  જાણવા મળ્યું છે જે આ બાળકનાપિતા મળી ગયા છે. આ પહેલા તો જયાર થી આ બાળકને જોયો છે સૌ કોઈ ત્યાર થી ગાંધીનગરમાં તરછોડાયેલા આવેલા બાળકને દત્તક લેવા માટે સરવાણી ફૂટી હતી અને  અનેક લોકો બાળકને જોવા અને તેને દત્તક લેવાની માહિતી મેળવવા સિવિલ હોસ્પિટલ પહોંચી રહ્યાં છે.હર્ષ સંઘવીએ જણાવ્યુ કે, પોલીસની સાત ટીમ અલગ અલગ એન્ગલથી તપાસ કરી હતી..

સીસીટીવીના તપાસ ચાલી રહ્યાં છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને પણ તપાસમાં જોડવા સૂચના અપાઈ છે. ટીમે આખી રાત કરી છે, અને તે હજી પણ ચાલુ રાખી અને આખરે બાળકના પિતા ગોતી જ લીધા. પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે દોઢ વર્ષના બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટનાને પગલે ગાંધીનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો.

બાળકના પિતાનું નામ સચિન દિક્ષિત હોવાનું બહાર આવ્યું છે. સફેદ કારના આધારે પિતાની ઓળખ કરાઈ છે. એક સફેદ સેન્ટ્રો કારમાં બાળક મુકવા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.બાળકના પિતા સચિન દિક્ષિત મૂળ મધ્યપ્રદેશનો વતની છે અને ગાંધીનગરમાં ડી-35, સેક્ટર-26માં ગ્રીનસિટી સોસાયટી રહે છે. તે વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બાળકને તરછોડ્યા બાદ તે રાજસ્થાન તરફ ભાગી ગયો હતો અને પોલીસે તેની રાજસ્થાનના કોટામાંથી ઝડપ્યો છે.

વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે, આ દિક્ષિત દંપતી સેક્ટર 26માં આવેલી ગ્રીનસિટી સોસાયટીમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને બાળકને તરછોડ્યા બાદ પરિવારના ચાર સભ્યો ઘરે તાળું મારીને જતાં રહ્યાં હતાં. પોલીસને પ્રાથમિક વિગતો મળ્યા બાદ ત્યાં પૂછપરછ માટે પહોંચી હતી, પરંતુ પાડોસીઓ તરફથી પણ પોલીસને સંતોષજનક જવાબ મળ્યો ન હતો.

દંપતી અંગે હાલ પોલીસ દ્વારા કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે મળેલી વિગતો અનુસાર એસઓજી પીઆઇ સચિન પવાર આ કેસની તપાસ કરી રહ્યાં છે. બાળકને તરછોડનારને પકડવા માટે પોલીસે 100થી વધુ ફૂટેજ ચેક કર્યા હતા. કાર ઘરેથી મળી આવી હતી. દંપતીને ગાંધીનગર લાવવામાં આવ્યા બાદ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!