નાગીન નુ મોત થતા નાગ પણ માથા પછાડી સ્યુસાઈડ કરવા લાગ્યો ! વિડીઓ જોઈ તમારા સ્વાસ પણ અધ્ધર થઈ જશે…જુઓ વિડીઓ
આ જગતમાં દરેક જીવોમાં ઈશ્વર સંવેદના, લાગણી, વિશ્વાસ અને પ્રેમ આપ્યો છે. જે રીતે માનવીના જીવનમાં સુખ દુઃખ અને જન્મ-મુત્યુ તેમજ વિરહ-મિલનની ઘડીઓ આપી છે. એવી જ વન્યજીવોમાં પણ આપી છે. હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વીડિયોમાં જોઈ શકશો કે એક નાગીનના મુત્યુ બાદ નાગ તેના શબ પાસે જ પડ્યો રહ્યો હતો. જે રીતે આપણા સ્વજન જે કંઈ થઈ જાય કે મુત્યુ પામે તો દુઃખ વ્યકત કરીએ છીએ એવી જ રીતે આ નાગ પણ પોતાની નાગીનના મુત્યુનું દુઃખ વ્યક્ત કરતા કેમરેમાં કેદ થયેલ.
ચાલો અમે આપને જણાવીએ કે આ ઘટના ક્યાં બની છે અને નાગીનનું મુત્યુ કઇ રીતે થયું છે. આ ઘટના યુપીના બદાયુમાં બની છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નોળિય અને નાગીન લડાઈ થઈ હતી અને નોડિયાના હુમલાથી નાગિનનું મોત થયું હતુ. આ દુઃખ નાગથી સહન ન થયું અને તેણે પણ પોતાની જાતને લોહીલૂહાણ કરી દીધી હતી.
આ નાગ નાગીન વિશે જાણવા મળ્યું છે કે, બિલસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાગલા ડલ્લુ ગામની સીમમાં ખેતરમાં એક માણસની સમાધિ પાસે નાગ-નાગિનની જોડી ઘણા વર્ષોથી રહેતી હતી પરંતુ આજદિન સુધી આ દંપતીએ કોઈને કંઈ નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ છેલ્લા બે દિવસથી એક નોળિયા તેમની પાછળ પડ્યો હતો અને તેણે નાગિન પર હુમલો શરુ કર્યો હતો અને આ બનાવમાંનાગિને જીવ ગુમાવ્યો હતો.
નાગિનના મોતના થોડા સમય બાદ નાગરાજ રાફડામાંથી બહાર આવ્યાં અને નાગીને મૃત હાલતમાં જોઈને તે પણ વિયોગમાં મોતને વ્હાલું કરવા માટે પોતાની ફેણ જમીન પર પછાડવો લાગ્યો હતો. નાગીનના મોત પર શોક મનાવી રહેલા નાગરાજને જોઈને લોકો પણ અચંબિત થયા હતા અને આ દ્રશ્ય જોવા માટે લોકોના ટોળેટોળા વળ્યાં હતા. હાલમાં આ નાગરાજ અને નાગરાણીનો કિસ્સો લોકો માટે કુતૂહલનો વિષય બન્યો છે.
नाग और नेवले की लड़ाई आपने फिल्मों में बहुत बार देखी होगी। लेकिन ऐसा हकीकत में भी देखने को मिला है। यूपी में नेवले के हमले में नागिन की जान चली गई। नागिन की मौत से दुखी नाग ने खुद को भी लहूलुहान कर लिया। इसका वीडियो वायरल हो रहा है।#naagnagin #snakevideo #naagvideo pic.twitter.com/lI4PaDbEiH
— Hindustan UP-Bihar (@HindustanUPBH) January 5, 2023
