Viral video

નોળીયા અને નાગ વચ્ચે થયુ ભીષણ યુદ્ધ! જુવો આખરે કોને મેદાન છોડી ને ભાગવુ પડ્યુ…

નાગીન અને સપેરા એક બીજાના કટ્ટર દુશ્મન છે. એવી જ રીતે નોડિયા અને નાગની દુશ્મની ટક્કર તો તમે જોતા જ રહી જાઓ. હાલમાં જ સોશિયલ મીડિયા પર  એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક નોડિયા અને સાપ બંને એક સામે લડત લડી રહ્યા છે. જંગલમાં તમે ઘણા સાપ અને નોડિયાને એકબીજામાં લડતા જોયા હશે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. કરણ જેવા વિસ્તારમાં અચાનક એક ઝેરી સાપ અને નોળિયો સામસામે આવી જાય છે. નોળિયો પણ સાપ કરતા વધુ ચતુર છે અને  લાભ લેવાનો પ્રયાસ શરૂ કરે છે. તે સાપને પકડવાનો પ્રયત્ન કરે છે પરંતુ સાપ પણ ભયાનક રૂપ ધારણ કરી લે છે અને નોળિયા પર બદલો લે છે.

ઘણી વખત સાપ નોડિયાને કરડવાની કોશિશ કરે છે પરંતુ નોળિયો બચી જાય છે.  નોળિયો પણ વારંવાર સાપની પૂંછડી પકડવાનો પ્રયાસ કરે છે.  સાપ સમજે છે કે આજે નોળિયો તેનો શિકાર કરવાના મૂડમાં છે અને તેથી તે સ્થળ પરથી ભાગી જવાનો પૂરો પ્રયાસ કરે છે. નોળિયા દ્વારા પોતાના પર સતત હુમલો થતો જોઈને નાગ તેના બિલ તરફ દોડવાનો પ્રયાસ કરે છે.  આ વીડિયો @em4g1 નામના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.  42 સેકન્ડનો આ વીડિયો 2 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ વીડિયો જોઈને તમને એટલો તો વિશ્વાસ આવી જશે કે, સાપ ની સામે નોળિયો પણ ટકી શકે છે. ક્યારેક શક્તિ કરતા બુદ્ધિમતાની શક્તિ વધારે કામ આવે છે. સાપ વધુ શક્તિશાળી હોય છે પરંતુ નોળિયો સાપ કરતા પણ વધુ ચતુર છે અને તે પણ મોતના મુખમાંથી બહાર આવી જાય છે. જીવનમાં ક્યારેક આપણી સાથે આવી જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. આવા સમયમાં તમારી આવડત જ કામ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!