સોખડા હરિધામમાં ગુણાતીતા સ્વામીનું અચાનક થયેલ મૃત્યુ અંગે પોસ્ટમોર્ટમમાં આવી ચોંકાવી દેનાર વિગત! જાણીને તમે પણ ચોંકી જશો
હાલમાં ગુજરાતમાં સોખડાધામના સંતોનો વિવાદ અને રહસ્યો દિવસે ને દિવસે વધુ વિકટ બની રહ્યા છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યાર થી સોખડાધામના મહંત શ્રી હરિ પ્રસાદ સ્વામી અક્ષરધામ સિંધાવ્યા છે, ત્યારબાદ મંદિરનાં મહંત પદને લઈને પ્રેમસ્વરૂપસ્વામી અને પ્રબોધસ્વામી વચ્ચે જંગ ખેલાયો છે. હાલમાં જ પ્રબોધસ્વામી સંતો અને સાંખ્યયોગી મહિલાઓએ હરિધામમાં થી વિદાય લીધી છે. ત્યાર પછી અનેક વિવાદો શરૂ જ રહ્યા છે.
આ દરમિયાન જ એક ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારી ઘટના ઘટી છે, જેના પગલે સ્વામીનારાયણ સંપ્રદાયમા ચકચાર મચી ગયો છે. વાત જાણે એમ છે કે, સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી હતી.સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. કેટલાક હરિભક્તોએ સ્વામીના મૃત્યુને લઈને તપાસની માંગ કરી હતી.
ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ગુણાતીત સ્વામીના પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયૉ છે કે તેમનું મૃત્યુ ગળેફાંસો ખાવાથી થયું છે. એટલે કે ગુણાતીત સ્વામીનું મૃત્યુ કુદરતી રીતે થયું નથી. હવે સૌથી મોટો પ્રશ્નએ ઉભો થયો છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી છે કે કોઈએ તેમની હત્યા કરી?હવે આ ચોંકાવનારી વાત સામે આવતાની સાથે જ પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે તાપસ શરૂ કરી છે. પોલીસે કરેલા પંચનામામાં સ્વામીના ગળાના ભાગે ત્રણ નિશાંત દેખાયા હતા.
ડોકના ભાગે નિશાન કેવી રીતે આવ્યા તે સ્પષ્ટતા કરવા ઉલ્લેખ કરાયો હતો. ગળાના ભાગેના નિશાન શું અંતિમ સંસ્કાર પહેલા બાંધવામાં આવેલી બોડીના તો નિશાન નથી આ સવાલ ઊભો થયો હતો. ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ મોત અંગે સંતો અને હરિભક્તોને સવાલો થઈ રહ્યા છે.ગુણાતીત સ્વામી સ્વસ્થ હતા અને અચાનક મૃત્યુ થયું એટલે હરિભક્તોને આશંકા થઈ અને ત્યારબાદ પોલીસને જાણ કરતા જ ગુણાતીત સ્વામીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.