Gujarat

સોમનાથ મહાદેવ મંદિરના શિખર નજીક બે હેલિકોપ્ટર રાઉન્ડ મારતા દેખાયા તે..

ગુજરાત અને દેશની જનતા નુ સૌથી મોટુ આસ્થા નુ પ્રતીક એટલે સોમનાથ મહાદેવ મંદિર દેશ નુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની સુરક્ષા માટે ઝેડ પલ્સ સુરક્ષા આપવામા આપવામા આવી જે અને સાથે સોમનાથ મંદિરની સુરક્ષા માટે અરબી સમુદ્રની સુરક્ષા માટે સુરક્ષા તંત્રના કોસ્ટગાર્ડ, મરીન પોલીસ, ઘોડેસવાર પોલીસ સહિતના તમામ વિભાગો સતત ખડેપગે રાખવામાં આવ્યા છે.

સોમનાથ મહાદેવના મંદીર ના ઉપર બે હેલીકોપ્ટર દેખાતા લોકો મા ચર્ચા ની વિષય બન્યો હતો ત્યારે આ ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે તાજેતર ની ઘટનાઓ ના પગલે દરિયાઈ સુરક્ષા ઓ પર ખાસ ધ્યાન આપવામા આવી રહ્યુ છે અને કોસ્ટગાર્ડના બે હેલિકોપ્ટરોએ હવાઈ પેટ્રોલિંગ કર્યું હતું આ બન્ને હેલીકોપ્ટરો એ મંદિરના શિખર નજીક લો લેવલ પર પેટ્રોલિંગ કર્યું હતું.

અરબી સમુદ્ર કાંઠે બિરાજમાન સોમનાથ મહાદેવ નુ મંદીર આંતકીઓ લીસ્ટ મા કાયમ રહેતા કોસ્ટગાર્ડ ના હેલીકોપ્ટરો એ 700 મીટર જેટલી ઉંચાઈ પર લો લેવલ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તાજેતર મા એવી ઘટના ઓ સામે આવી છે દેશના દરીયા કિનારાથી ભારતમાં નશાદ્રવ્યક પદાર્થોની હેરાફેરીની પ્રવૃત્તિઓ વધી છે. ત્યારે દરિયાઈ સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામા આવી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!