Gujarat

અંભીનંદન ! આ દંપતિ ના ઘરે લગ્નનાં 54 વર્ષ પછી ઘરમાં પારણું બંધાયું…પતિની ઉંમર 75 અને…

લગ્ન જીવન બાદ દરેક દંપતિની ઈચ્છા હોય છે કે, તેમના ઘરે પારણું બંધાઈ પરતું વિચાર કરો કે લગ્નના 54 વર્ષ વીતી ગયા પછી એ દંપતી માતા-પિતા બને એવી વાત તમને જાણવા મળે તો તમને આ વાત સત્ય લાગશે ? હાલમાં જ આવી ઘટના બની છે તમને જાણીને નવાઈ લાગશે કે, રાજસ્થાનના અલવરમાં સોમવારે 70 વર્ષથી વધારે ઉંમરના દંપતીના ઘરમાં કિલકારી ગુંજી છે. માતાની ઉંમર 70 વર્ષ અને પિતાની ઉંમર 75 વર્ષ છે. લગ્નનાં અંદાજે 54 વર્ષ પછી બંનેનું આ પહેલું સંતાન છે.

ખરેખર આ વાત સત્ય છે, રાજસ્થાનનો આ પહેલો કેસ છે, જેમાં આટલી મોટી ઉંમરની મહિલાએ દીકરાને જન્મ આપ્યો છે. આઈવીએફ ટેક્નોલોજીથી દેશ-દુનિયામાં પહેલાં પણ ઘણાં વૃદ્ધ દંપતી 70-80 વર્ષની ઉંમરે માતા-પિતા બન્યાં છે.બાંગ્લાદેશના યુદ્ધમાં ઝુંઝુનુના નુહનિયા ગામના પૂર્વ સૈનિક ગોપીચંદના પગમાં ગોળી વાગી હતી. બંનેને સંતાન નહોતું પણ . IVF દ્વારા શક્ય બન્યું હતું.

આ ઉંમરે બાળકોના જન્મ થવાના આવા ખૂબ ઓછા કિસ્સા હોય છે પણ 70 વર્ષની મહિલાના ઘરે દીકરાનો જન્મ થયો છે, બાળકનું વજન અંદાજે પોણા 3 કિલો છે.ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)પદ્ધતિને પહેલાં ટેસ્ટ ટ્યૂબ બેબીના નામથી ઓળખવામાં આવતું હતું. ચંદ્રવતી સાથેની પ્રક્રિયા અંદાજે 9 મહિના પહેલાં થઈ હતી. ગર્ભકાળ પછી ચંદ્રવતીને 2 કિલો 750 ગ્રામનો દીકરો થયો છે. 25 જુલાઈ 1978ના રોજ પહેલી ટેસ્ટ ટ્યૂબ બેબી પદ્ધતિનો ઉપયોગ ઈંગ્લેન્ડમાં કરાયો હતો.

હવે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે સરકારે ART (આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક) કાયદો બનાવી દીધો છે. આ કાયદા અંતર્ગત 50 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ ટેસ્ટ ટ્યૂબ ટેક્નોલોજીથી માતા બની શકે નહીં.એટલે કે ટેસ્ટ ટ્યૂબ બેબી માટે મહિલાની ઉંમર 50 વર્ષ કરતાં ઓછી હોવી જોઈએ, પરંતુ આ કેસ કાયદો બન્યો એ પહેલાનો છે, તેથી તેમને 70 વર્ષની ઉંમરે બાળક થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!