ભગવાન આવી મા કોઈને ના આપે ! પોતાના જ દિકરાને કરપીણ હત્યા કરી નાખી…કારણ જાણી પગ નીચેથી જમીન સરકી જશે…
ગુજરાતમાં હત્યાના બનાવો તો રોજ બને છે પરંતુ હાલમાં જ
મહીસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાની ભુગેડી ગામમાં એક એવો હત્યાનો બનાવ બન્યો કે, જાણીને તમે કહેશો કે, ભગવાન આવી મા કોઈને ના આપે !વાત જાણે એમ છે કે, એક માએ પોતાના જ દિકરાની કરપીણ હત્યા કરી નાખી.કારણ જાણી પગ નીચેથી જમીન સરકી જશે. ચાલો આ ઘટના અંગે અમે આપને સંપૂર્ણ માહિતી વિગતવાર જણાવીએ.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, ભુગેડી ગામની સીમમાં આવેલ ખેતરમાંથી ચાર વર્ષના નાના કુમળા બાળકનું મૃતદેહ મળી આવ્યું હતું અને બાળકના માથાના ભાગે પથ્થર મારવામાં આવતો હતો. આ ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અજાણ્યા બાળકનો મળી આવેલ મૃતદેહને લઈ હત્યાનો ગુનો નોંધી સંતરામપુર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલિસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, માતાએ જ પોતાના કાળજાના કટકાને મારી નાખ્યો. પોલીસે માતાની શોધખોળ શરૂ કરી હતી. બાળકના માતા પિતા અને અન્ય એક ભાઈ મજુરી કામ અર્થે ભુજ ગામે રહી પરિવારનું ભરણપોષણ કરતા હતા. પરંતુ કહેવાતી માતા નામે સવિતાના કચ્છના એક યુવાન સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા અને તેની સાથે સવિતા અનેક વાર અવારનવાર મળવા જતા અનૈતિક સંબંધની જાણ તેના પતિને થતા આખરે પતિ પત્ની સહિત પોતાના બે બાળકોને લઈ પોતાના વતન સંતરામપુરના નાની ભુગેડી ગામે આવ્યા હતા.
ગામમાં જ રહી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ પત્નીને તે મંજૂર ન હતું. આખરે પત્ની સવિતા પોતાના ચાર વર્ષના નાના દીકરાને લઈ પોતાના પિતાના ઘરે રહેવા લાગી હતી. બાદમાં પોતાના પિતાના ઘરેથી બાળકને લઈ ભુજ ખાતે જવા રવાના થઈ હતી. પરંતુ નાની ભુગેડી ગામ ખાતે બાળકને ભુજ ના લઈ જવા માટે ચાર વર્ષના કુમળા બાળકને માથાના ભાગે પથ્થર મારી લોહી લુહાણ કરી હત્યા કરી બાળકને મોતની ઘાટ ઉતારી ભુજ ગામે રહેતા પોતાના પ્રેમી પાસે જતી રહી હતી.
પોલીસની તપાસમાં માતાએ જ હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે ભુજ ગામેથી હત્યારી માતાની ધરપકડ કરી હતી. પોલીસે હત્યારી માતાને સંતરામપુર ખાતે લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે, ત્યારે રિમાન્ડ દરમિયાન હત્યા પાછળ કોણ કોણ સંડોવાયું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.