દીકરી પર પિતાએ નજર બગાડતા પત્નીએ અને દિકરી એ કટર ફેરવી હત્યા કરી નાખી ! ઘનશ્યામ પટેલ….
આજના સમયમાં અનેક ચોંકાવનારી ઘટનાઓ બનતી હોય છે,ત્યારે હાલમાં દીકરી પર પિતાએ નજર બગાડતા પત્નીએ અને દિકરી એ કટર ફેરવી હત્યા કરી નાખી ! આ ઘટના અંગે વધુ માહિતગાર થઈએ કે કંઈ રીતે આ ખૂની ખેલ ખેલાયો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગાંધીનગરના કોલવડા ગામમાં નામચીન જશું પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની મા દીકરીએ ભેગા મળી હત્યા કરી હતી. ઘટના પાછળ નું કારણ જાણીને આશ્ચય પામી જશો.
પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ થિયરી રજૂ કરી છે કે, ગઈકાલે પતિએ દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની કરવાની જીદ્દ પકડી હતી. જેના કારણે તેને ના પાડી હતી જેથી કરીને તેને દીકરી પર દાનત બગાડી તેને પકડી લીધી હતી. જેથી દીકરી એ બુમો પાડતા જ રિશીતા ઘરમાં દોડી આવી હતી. એ સમયે ઘનશ્યામે દીકરીને પકડી જ રાખી હતી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે સગા બાપની કરતૂતથી હચમચી ઉઠેલી 15 વર્ષની દીકરીએ પેપર કટરનો આગળનો અણીદાર ભાગ ઘનશ્યામનાં ગળામાં મારી દીધો હતો અને રીશીતાએ લોખંડનો દસ્તોમાથામાં માર્યો હતો.
કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. જેણે મૂળ ખેડા જિલ્લાનાં માતરની વતની રિશીતા સાથે આશરે સત્તર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.ઘનશ્યામ પટેલ શરૂઆતથી પુષ્કળ દારૂ પીવાની ટેવ વાળો તેમજ શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજબરોજ ઘર કંકાસ થતો રહેતો હતો. રોજબરોજનાં ઘર કંકાસ અને મારઝૂડના કારણે રિશીતા દીકરીને લઈને અમદાવાદ ચાંદખેડા તેની માતા સાથે દોઢ વર્ષથી રિસાઈને બેઠી હતી.
ઘનશ્યામની હત્યામાં દીકરીના કપડાં ઉપર લોહીના ફુવારા ઉડયા હતા અને ઘનશ્યામ રૂમમાં પડેલી શેટી પર જઈને પડી તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો. હત્યાને અંજામ આપ્યા પછી બંને મા-દીકરી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા. બાદમાં સગાને ફોન કરીને જાણ કરતાં આખી ઘટના બહાર આવી હતી.હાલમાં આ ઘટના અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.