Entertainment

માતા એ બીજા લગ્ન કર્યા તો દિકરા એ એવી રીતે શુભેચ્છા આવી કે સૌ કોઈ જાણીને .

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ જગતમાં દરેક વ્યક્તિને જીવન જીવવા કોઈ સાથીદારની જરૂરત પડે છે.એકલવાયું જીવન જીવવામાં અનેક લોકો પોતાનું સર્વસ્વ ગુમાવી દેતા હોય છે. આપણે જાણીએ છે કે, ક્યારેક કોઈ કારણોસર લગ્નજીવનમાં કોઈ એક વ્યક્તિ દૂર થઈ જાય તો તે એકલો બની જાય છે અને આપણા સમજામાં જો સ્ત્રી વિધવા બને તો તેનું જીવન ભાગ્યે જ ફરી સુંદર બની શકે છે. જ્યારે પુરુષ વિધુર થાય છે ત્યારે તે બીજા લગ્ન ત્વરિત કરી લે છે.

હાલમાં જ એક સમાજમાં પ્રેરણાદાયક કિસ્સો બન્યો જેમાં એક દીકરાએ પોતાની મા નાં બીજા લગ્ન પર શુભેચ્છાઓ પાઠવી.ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે. ત્યારે હાલમાં જ આ કિસ્સો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ચાલો અમે આપને માહિતગાર કરીએ કે આખરે ઘટના શું ઘટી છે. આ કિસાઓ દરેક સમાજના લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયક બની રહેશે. આમ પણ દરેક લોકોએ આ વાત શીખવા જેવી છે.

હાલમાં જ એક ઘટના બની છે.ગોકુલ શ્રીધરની, શ્રીધર ફેડરેશન ઓફ ઇંડિયાના સદસ્ય છે અને કોલ્લમ જિલ્લામાં રહે છે. તેને પાછલા થોડા દિવસો પહેલા એક પોસ્ટ કરી અને તેમા લખ્યુ કે, ‘મે આ લખવા માટે ઘણો વિચાર કર્યો છે, કેમ કે સમાજમાં આજે પણ બીજ લગ્નને સમાજ સ્વીકાર તો નથીમે મારી માં ને માર ખાતા અને રોતા જોઇ છે. ત્યારે હું ખરેખર આ કહેવા ખુશ છું કે,, ‘હેપ્પી મેરિડ લાઇફ.

આ યુવાને ખુઉ કે જ્યારે મારી માં ને મારા પપા મારતા હતા ત્યારે તેના માથામાં લોહી આવી જતુ, , ત્યારે હું માં ને કહેતો કે તુ આની સાથે કેમ રહે છો ત્યારે માં એ કીધુ કે તારા માટે રહુ છું. એવામાં હું અને મારી માં બન્ને ઘર છોડીને નિકળી ગયા હતા. અને જ્યારે આજે મારી માતા એ બિજા લગ્ન કર્યા છે તો હું ખુશ છુ કે હવે મારી માં ને એક સાચો પ્રેમ કરવા વાળો મળી જસે. હું તેના લગ્ન માટે શુભકામના આપુ છું.

યુવાનેકહ્યું કે આપણા દુઃખ આપણે સહન કરીએ છે નાં કે સમાજ અને સમાજના લોકો જે બોલે તે પરતું આપણે આપણું જીવન જીવીએ છે. મારી મા જીવનમાં દુ:ખ ક્યારેય ન મળે જેવું તે પહેલા સહન કરી ચુકી છે. માં એ મારા માટે ખુબ દુ:ખ જોયુ છે પરંતુ હવે વધુ નહી. હુ અને મારી માં હંમેશા ખુશ રહી એવી ભગવાન પાસે દુવા. તેની આ વાતમાં ઘણા લોકોએ સમર્થન આપ્યુ.હજારો લાઇક્સ, કોમેંટ્સ અને શેર કર્યા. જ્યારે ઘણાએ લખ્યું કે આવી સચ્ચાઇ લખવાની કોઇના માં હિમ્મત નથી હોતી તેના માટે પણ તેના ખુબ જ વખાણ કર્યા.ખરેખર આ યુવાનને સલામ છે. આજના સમયમાં અનેક મહિલાઓ ઘરેલુ હિંસાનો ને સહન કરે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!