પુત્રનુ અકસ્માત મા મૃત્યુ થતા માતા આઘાત સહન ના કરી શક્યા અને માતાનુ પણ મૃત્યુ થયુ..
ઘણી ઘટના ઓ એવી બને છે જે આપણે ને અંદર સુધી હચમચાવી દેતી હોય છે ત્યારે એવી જ એક ઘટના મા માતા અને દિકરા નુ મોત નીપજ્યું હતુ એક જ દિવસે બનેલી અલગ અલગ ઘટના મા જીવ ગયો હતો. વડોદરા મા રહેતા ભટ્ટ પરીવાર મા કનુભાઈ નુ મોત અકસ્માત મા થયુ હતુ અને આ વાત જયારે તેમના માતા ને મળી તો આઘાત સહન નહોતા કરી શક્યા અને તમના પણ પ્રાણ જતા રહ્યા હતા.
આ ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા કોયલી રિફાઇનરી રોડ પર આવેલી રામવાટીકામાં 53 વર્ષના કનુભાઈ ચીમનભાઈ ભટ્ટ રહેતા હતા. કનુભાઈ છેલ્લાં 10 વર્ષથી નિવૃત્ત જીવન ગુજારતા હતા. અને તેવો પૌત્રી માટે નાસ્તો લઈ ને રિટ્રેટ સોસાયટી રહેતા પોતાના દિકરા હિંમાશુ ના ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ઓળંગતી વખતે એક ટ્રેકટર ચાલકે ટક્કર મારી હતી અને ટ્રેલર ના ટાયર નીચે આવી ગયા હતા જેમા તેનુ કરુણ મોત નિપજ્યું હતુ.
આ ઘટના ની જાણ હિંમાશુભાઈ ને થતા તેવો એ તેમના નાના ભાઈ જીતેન્દ્રભાઈને જણાવી હતી ત્યારે આ ઘટના બનતા જીતેન્દ્રભાઈ અને તેમના દાદી કોઈલી આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પુત્ર કનુભાઈનું મોત કેવી રીતે થયું તે અંગેની માહિતી મેળવી ઘરમાં જઈ રહ્યાં હતાં તે સમયે જ એકાએક ઢળી પડ્યાં હતાં. અને તેમનુ પણ મૃત્યુ નિપજ્યું હતુ.
ભટ્ટ પરીવાર મા એક જ દિવસ બે લોકો ના મોત થતા પરીવાર મા દુખ નો માહોલ છવાયો હતો જયારે સંદર્ભે જવાહરનગર પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.