એક સમયે સુરત મા હિરા ઘસતો યુવક બન્યો સફળ ગુજરાતી સોંગ ડીરેક્ટર ! આજે ગુજરાત ના ટોચ ના કલાકારો સાથે…
જીવનમાં સફળતા ત્યારે જ મળે છે, જ્યારે અથાગ પરિશ્રમ કરવામાં આવે. આજના સમયમાં એવા ઘણા વ્યક્તિઓ હોય છે, જેઓ પોતાની આપમેળે કઠિન પરિસ્થિતિઓમાં પણ સફળતા નાં શિખરો સુધી પહોંચી જાય છે. આજે આપણે એક એવા જ યુવાનની વાત કરીશું જે આજે ગુજરાતી સિનેમામાં આગવું સ્થાન ધરાવે છે. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતી સિનેમાનાં લોકો તેમને ઓળખતા પણ ન હતા અને આજે ગુજરાતી સિનેમાના કલાકારો થી લઈને લોકપ્રિય ગાયકો તેમની સાથે કામ કરવા આતુર બને છે.

આજે આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને સંગીતની દુનિયા સાથે જોડાયેલ પ્રણવભાઈ વિશે. આજે આપણે તેમના જીવનની સંઘર્ષની કહાની અને સફળતા વિશે જાણીશું.પ્રણવભાઇ ક્યારેય પણ સંગીત કે ફિલ્મ સાથે જોડાયેલ જ ન હતા અને માત્ર 7 ધોરણ સુધી જ જ ભણ્યા અને 15 વર્ષ સુરતમાં હિરા ઘસ્યા. પોતાની કારકિર્દીમાં તેમને ખૂબ જ સંઘર્ષ અને પરિશ્રમ કરેલ અને એનું પરિણામ આજે એ મળ્યું છે કે, તેઓ આજે ગુજરાતી ગીતોના ડાયરેક્ટર તરીકે એમની નામના છે.ડિરેક્ટર પ્રવણ જેઠવાની સફળતાની કહાની ખૂબ જ પ્રેરણાદાયક છે.

અમરેલી જીલ્લા નુ ચલાળા ગામ તેમનું મૂળ વતન અને કર્મ ભુમી સૂરત છે. પ્રણવભાઈનાં પરિવાર વિશે વાત કરીએ તો તેમની 3 બહેનો છે અને પરિવારની પરિસ્તિથિ પણ એકદમ સામાન્ય. આ જ કારણે નાની ઉંમર થીઘરની જવાબદારીઓ નિભાવી અને . 7 ધોરણ ભણ્યા બાદ તેઓ કમાવવા માટે માટે સુરત આવી ગયા અને હિરા ઘસવાનું શરૂ કર્યું. 11 વર્ષની ઉમરે જ હિરા ઘસવા લાગ્યા. ગુજરાતી સોંગના ડિરેક્શનનું કામ કરે છે અને અત્યાપ સુધીમાં તેણે લગભગ 100થી વધારે ગુજરાતી ગીત ડાયરેક્ટર કરી લીધા છે.

જ્યારે જ્યારે પણ કોઈ ગુજરાતી ફિલ્મમાં કે ગીતમાં નાના નાના ઓડિશન આવે તો એ પહોંચી જતા અને કામ મળે તો કરતાં. એ રીતે ધીરે ધીરે આ ફિલ્ડનું જ્ઞાન મેળવતા થયા.ફોટોગ્રાફી અને ફિલ્મ લાઈનમાં પહેલાંથી જ શોખ હતો.આખરે નાના આર્ટીસ્ટ તરીકે પણ કામ કર્યુ અને આ શ્રેય મનીષભાઈ રબારી લખુભા સરવૈયા ને જાય છે કારણ કે તેમના સહકાર થી આ લાઈન મા આવ્યા અને મહેનત સાથે આગળ વધ્યા હતા. પ્રથમ ગીત ” સદા ખુશ રહે …” ખૂબ જ સફળતા મળી.

આ સિવાય ગુજરાતભરમાં તેમને ત્યારે ઓળખ મળી જ્યારે ” તારી સંગાથે સોંગ ” ડાયરેક્ટ કર્યું અને આ સોંગ તેમના કારકિર્દીમાં ભવ્ય સફળતા અપાવી અને આજે પરિણામ આખા ગુજરાત સામે છે.ગુજરાતના દરેક ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવી, રાકેશ બારોટ, જીગ્નશ બારોટ , વિજય સુવાળા, રષમીતાબેન રબારી, ગમન ભુવાજી , કિંજલ દવે, જિજ્ઞેશ બારોટ, ગીતાબેન રબારી, ઉમેશ બારોટ, અલ્પા પટેલથી માંડીને દરેક કલાકારો સાથે પ્રણવભાઈએ કામ કર્યું છે. જે શહેરમાં તેમને ખૂબ જ મહેનત કરી એ શહેર તેમને સફળતા અપાવી અને આજે સુરતમાં જ રહે છે. ટૂંક સમયમાં એટલે કે, આ વર્ષે ગુજરાતી ફિલ્મમાં પણ ડાયરેક્શન કરવા જઈ રહ્યા છે. તેથી હવે તેઓ સોંગ ડિરેક્ટર સાથે સાથે ફિલ્મ ડાયરેક્ટર તરીકે પણ ઓળખાશે.
