સોની પરીવાર ના પાંચ માસના દીકરાને થઈ ગંભીર બીમારી ! સારવાર માટે 16 કરોડની જરુર…
હાલ ના સમય મા અનેક એવી વિચિત્ર બીમારીઓ સામે આવે છે જેની સારવાર માટે લાખો અને કરોડો રુપીયા ની જરુર પડતી હોય છે સામાન્ય પરિવાર પર જ્યારે કોઈ આવી આફત આવી પડે ત્યારે ચોક્કસ પણે પરિવાર ભાંગી પડે.. ત્યારે હાલ આવુ જ કાઈક સોની પરીવાર સાથે થયુ છે. ત્રણ મહીના પહેલા જન્મેલા દીકરા ને એક ગંભીર બીમારી થઇ છે જેની સારવાર માટે લાખો નહી પણ 16 કરોડ રુપીઆની જરુર પડી છે.
જો અંગે વિગતે વાત કરીએ તો મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે રહેતા દેવાંગ સોની પોતે સોનીકામ કરી મધ્યમ પરિસ્થિતિમાં જીવન ગુજારો કરે છે જેમને ત્યા પાંચ મહીના પસેલા એક દીકરાનો જન્મ થયો હતો જેનુ નામ દૈવિક રાખવામા આવ્યુ હતુ. દૈવિક શરુવાત મા સરસ રમતો અને એક દમ સ્વસ્થ હતો પરંતુ ત્રણ મહીલા અગાવ દૈવિક ના પગ અને હાથની હલચલન બંધ થતા પરીવાર ચિંતા મા મુકાયો હતો.
માતા પિતાએ આ બાબતે ગંભીરતા થી લઈ ને મોડાસાની ખાનગી હોસ્પિટલ મા બતાવા લઈ ગયા હતા જ્યા તબીબે જણાવ્યુ હતુ કે દૈવિકને અલગ જ પ્રકાર ના લક્ષણો હોવાથી તેવો એ વધુ રીપોર્ટ માટે અમદાવાદ જવાનું કહ્યુ હતુ. અગાઉ કરેલા ટેસ્ટનો રિપોર્ટ આવ્યો તો તેને સ્પાઇનલ મસ્ક્યુલર એસ્ટ્રોફી SMA – 1ની બીમારી જણાઈ.
જો આ બીમારીની વાત કરવા મા આવે તો એ એક ઘણી ગંભીર અને રેર બીમારી છે. આ બીમારી રંગસૂત્ર-5ની નાળીમાં ખામીને કારણે થાય છે. આ જનીન સર્વાઈકલમાં પ્રોટીન ઉત્પન્ન કરે છે, જે માનવ શરીરમાં ન્યુરોન્સનું પ્રમાણ જાળવી રાખે છે, પરંતુ એમાં ખામી હોય ત્યારે ન્યુરોન્સનો સ્તર જળવાતો નથી, તેથી કરોડરજ્જુમાં નબળાઈ અને બગાડ પેદા થાય છે અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી સર્જાય છે. આ રોગ ની સારવાર માટે કરોડો રુપીયા ની જરુર પડે છે કારણ કે આ બીમારી માટે આપવામા આવતુ ઇંજેક્શન કરોડો મા હોય છે અને એ અમેરીકા માથી આયાત કરવું પડે છે.
દૈવિક ને આ બીમારી છે તે વાત ની જાણ થતા ની સાથે જ સોની પરિવાર પડી ભાગ્યો છે કારણ કે પરીવાર સામાન્ય ગુજરાન ચલાવતો પરીવાર છે અને આટલા રુપીઆ ની સારવાર કેવી રીતે કરાવશે તેની ચિંતા મા મુકાયો છે ત્યારે સામાજિક સંગઠન અને ગામના લોકો દ્વારા દૈવિક ના પરીવાર ને હિમ્મત અને નાણાકીય સહાય આપવામા આવી હતી આ ઉપરાંત દૈવિક ના માતા પિતા એ સોસીયલ મીડીઆ પર લોકો ને મદદ માટે અપીલ કરી હતી.
આ પ્રથમ વખત નથી જ્યારે આવા કરોડ રુપીઆ ના ઈન્જેક્શન ની જુરુર પડી હોય આ અગાવ મહીસાગર ના ધૈર્યરાજ ને પણ આ પ્રકાર ની બિમારી નો સમાનો કરવો પડ્યો હતો અને લોકો એ કરોડો રુપીઆ ની મદદ કરી અને ધૈર્યરાજનો જીવ બચી ગયો હતો જ્યારે હવે જો લોકો મદદ કરે તો દૈવિક નો જીવ પણ બચી શકે….