SP નિર્લિપ્ત રાય એ ડ્રોન કેમેરાની મદદથી દારુની ભઠ્ઠીઓ શોધી કાઢી અને આટલા આરોપી ને દબોચીં લીધા…
આપણે સૌ કોઈ જાણીએ છે જે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાંય પણ અમુક આવાર તત્વોના લીધે અનેક જગ્યાએ દારૂની ભઠ્ઠી ચલાવવામાં આવતી હોય છે, ત્યારે આવા લોકો ને પકડવા માટે પોલીસ દ્વારા અનેક પગલાંઓ લેવામાં આવતા હોય છે, ત્યારે હાલમાં જ ગુજરાતનાં અમરેલી જિલ્લાના SP નિર્લિપ્ત રાયની નિમણૂક થયા બાદ અસામાજિક તત્ત્વો અને માફિયાઓમાં પણ પોલીસનો ડર જાગ્યો છે.ખરેખર તેમનાં કાર્યના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે, નિમણૂક થતાની સાથે જ તેમણે અનેક પગલાઓ લીધા છે, ત્યારે હાલમાં જ એક સરહાનિય કાર્ય નાં DGP એ પણ વખાણ કર્યા છે.
ચાલો અમે આપને સંપૂર્ણ ઘટના ક્રમ વિશે જણાવીએ.અમરેલી જિલ્લામાં ચાલતી દારુની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પણ હવે SP નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરવા માટે પોલીસકર્મીઓને આદેશ કર્યો હતો. તેથી હવે પોલીસ દ્વારા દારુના અડ્ડા પર રેડ કરવા માટે ટેકનોલોજીની મદદ લેવામાં આવી છે.. પોલીસ હવે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને દારુની ભઠ્ઠીઓને શોધી રહી છે. ત્યારબાદ ત્યા રેડ કરીને જવાબદાર લોકોની સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવમાં આવી છે.
અમરેલી જિલ્લામાં SP નિર્લિપ્ત રાયના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને પોલીસ દ્વારા પ્રોહીબીશન ડ્રાઈવનું આયોજન કર્યું છે. ડ્રોન કેમેરાની મદદથી પોલીસ દ્વારા જીલ્લમાં અલગ-અલગ જગ્યા પર ચાલતા દારુના અડ્ડાઓને આઇડેન્ટિફાઈ કરી રહી છે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા ડ્રોન કેમેરાના ઉપયોગથી દારુની ભઠ્ઠીઓ શોધવામાં આવી છે. આ વાત રાજ્યના DGP આશિષ ભાટીયાના ધ્યાન પર આવતા તેમને પણ એક ટવીટ કરીને SP નિર્લિપ્ત રાયની કામગીરીની પ્રસંસા કરી હતી.
આમ પોલીસ પ્રોહીબીશન ડ્રાઈવ યોજીને 65 કેસ કર્યા છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચિતલ ગામમાં દારુના અડ્ડાઓને શોધવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા ડ્રોન કેમેરાના ફૂટેજના આધારે તપાસ કરીને ત્રણ જેટલી દારુની ભઠ્ઠીઓને શોધી કાઢી હતી.અત્યાર સુધીમાં પોલીસ દ્વારા ભઠ્ઠીના 9, દેશી દારૂ કબ્જાના 23 અને કેફી પીણું પીવા બાબતેના 33 જેટલા કેસ કરવામાં આવ્યા છે.
