વલસાડ મા PSI, 3 કોન્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા
હાલ ગુજરાત રાજ્યમાં બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડને લીધે સમગ્ર ગુજરાતમાં લોકોનો રોષ ભભુકી ચૂક્યો છે ત્યારે પોલીસ પણ એક્શન મોડ મા આવી ગઈ છે અને રાજ્ય મા અનેક દારૂ ના અડ્ડા પર ત્રાટક હતી. જયારે વલસાડ મા અતુલ ખાતે નાનાપોઢાના PSI તેના મિત્રના બંગ્લોમાં 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમો સાથે દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તયારે SP એ રેડ કરી હતી અનેદારૂનો જથ્થો અને કાર તથા અન્ય વાહનો કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો વલસાડ જીલ્લાના SP ડો. રાજદીપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે અતુલ ખાતે આવેલા બંગ્લા મા દારુ ની મહેફિલ ચાલી રહી છે. ત્યારે SP ડો. રાજદીપસિંહ ઝાલાએ LCB અને અન્ય પોલિસ અધિકાર ઓ ને સાથે રાખી ને તે સ્થળ પર રેડ કરી હતી જેમા નાનાપોઢાના PSI અને 3 કોસ્ટેબલ સહિત 19 ઇસમોને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડયા હતા.
જયારે રેડ મા જાણવા મળ્યુ હતુ કે સન્ની બાવીસકરની જન્મ દિવસની પાર્ટી ચાલી રહી હતી જેમા આ દારુ ની મહેફીલ જાણી હતી. આ રેડ મા વલસાડ SPએ 18 બોટલ દારૂનો જથ્થો 26 મોબાઈલ, 5 કાર અને 7 બાઈક મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.