ધોરણ 12 મા ભણતા વિધાર્થી એ વૃક્ષ એ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! સાથે હાથ પર એવું લખ્યુ કે ” મમ્મી પપ્પા..
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો દિવસેને દિવસે આત્મહત્યાની ઘટનાઓ ખુબ વધતી જઈ રહી છે, જેમાં અમુક વખત તો સગીર વયના છોકરાઓ અથવા તો છોકરીઓ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. એવામાં હાલ આવી જ આત્મહત્યાની ઘટના સામે આવી છે જેમાં એક ધોરણ 12માં ભણતા વિધાર્થીએ હાથમાં ‘સોરી પાપા, લવ યુ મોમ, ગાંડો થઇ જાઈશ’ તેવું લખીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ભારે હાહાકાર મચી ગયો હતો.
જણાવી દઈએ કે આ પુરી ઘટના ચિડાવા માંથી સામે આવી છે જ્યા 16 વર્ષીય કૃષ્ણ કુમાર નામનો ધોરણ 12માં સાઇન્સનો અભ્યાસ કરતો હતો. કૃષ્ણ ચૌધરી કોલોનીમાં આવેલ પ્રાઇવેટ હોસ્ટેલમાં રહેતો હતો, આ હોસ્ટેલમાં તેની સાથે 6-7 બીજા વિધાર્થીઓ પણ રહેતા હતા. એવામાં શુક્રવાર સવારે 6 વાગે જ્યારે એક વિધાર્થી મોહિત નાવા માટે પાણી ગરમ કરવા ગયો હતો ત્યારે હોસ્ટેલના કેમ્પસમાં આવેલ એક વૃક્ષ પર કૃષ્ણનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો, આવું દ્રશ્ય જોતા જ મોહિતે હોસ્ટેલમાં રહેલા પંકજ અને બીજા અન્ય વિધાર્થીને આ અંગેની જાણ કરી હતી. જે બાદ તમામ વિધાર્થીઓએ મળીને કૃષ્ણા મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
આ ઘટના અંગે હોસ્ટેલના માલિક વિક્રમેં મૃતકના પરિવારજનોને અને સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી દીધી હતી. પોલીસે ફક્ત ગણતરીના સમયમાં જ પોહચીને પુરી ઘટનાની તપાસ કરી હતી પરંતુ આત્મહત્યાનું કોઈ કારણ સામે આવ્યું હતું નહીં.આ ઘટનાની જાણ થતા જ મૃતકના પિતા સુરેન્દ્ર, દાદા કુરડારામ અને અન્ય પરિવારજનો હોસ્ટેલ આવી પોહચ્યાં હતા, પોતાના દીકરાની આવી હાલત જોઈ પિતા અને દાદા સાવ પોતાનો હોશ જ ખોય બેઠા હતા. મૃતક કૃષ્ણએ એકનો એક દીકરો હતો.
હોસ્ટેલમાં સવારે ત્યાં રહેતા વિધાર્થીઓ વિપિન, મોહિત, પ્રિન્સ અને શિક્ષક પંકજ ત્યાં હાજર હતા આથી પોલીસે આ તમામની પૂછતાછ કરી હતી જેમાં તેઓએ જણાવ્યું કે રાતના 11 વાગ્યે તેઓ એક સાથે અભ્યાસ કરી રહ્યા હતા આ દરમિયાન અચાનક જ કૃષ્ણ પરેશાન થઇ ગયો હતો. એવામાં 11 વાગે તમામ સુવા ચાલ્યા ગયા હતા જે પછી કોઈને ખબર જ ન રહી કે કૃષ્ણ ક્યારે બાર ચાલ્યો ગયો અને આત્મહત્યા કરી લીધી. કૃષ્ણએ સુસાઇડ નોટ પોતાના હાથ પર લખી હતી જેમાં તેણે લખ્યું હતું કે સોરી પપ્પા, લવ યુ મોમ, હું ગાંડો થઇ જાત. એવું લખીને ફાંસીના માંચડે ચડી ગયો હતો.
કૃષ્ણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યા ડો.સુમનલતા કંટેવા પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટ રજૂ કર્યા હતા. આ સમયે ત્યાં si ઇન્દ્ર પ્રકાશ યાદવ પણ હાજર રહ્યા હતા અને આ ઘટના અંગે નિશપક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.