Gujarat

વિડજ ગામે દેશી દારુ ઝડપાતા સ્ટેટ મોનીટરીંગ ટીમે કડી પોલીસ સ્ટેશન સપાટ બોલાવી દીધો PI સહિત 7 પોલીસ કર્મી સસ્પેન્ડ, રેન્જ IG અને SPએ કરી કાર્યવાહી….

હાલમાં જ મહેસાણા જિલ્લામાં ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. આપણે જાણીએ છે કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વિદેશી અને દેશી દારૂ પકડાય છે. ત્યારે હાલમાં જ
વીડજ ગામે તાજેતરમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દેશી દારૂનો મસમોટો જથ્થો ઝડ્પયો હતો. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વીડજ ગામે એક અઠવાડિયા અગાઉ  સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ પાડી હતી.

આ દરમિયાન અઢી લાખથી વધુનો દેશી દારૂનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો અને દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કરાયો હતો આ સાથે જ ત્રણ આરોપીઑ પણ પોલીસ ઝપટે ચડયા હતા. લઠ્ઠાકાંડ દારૂનું દૂષણ થોડા ઘણા અંશે કાબૂમાં આવ્યું હતું. ત્યારબાદ ફરી આ દુષણ વકરતું હોય તેવી સ્થિતિ સર્જાતાં પોલીસ કર્મીઑ સામે ઉચ્ચકક્ષાએથી આકરા પગલાં લેવાયા હતા.

આ પ્રકરણમાં મહેસાણાના કડી ઈન્ચાર્જ PI એસ.બી ધાસુરા સહિત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમજ રેન્જ આઇજી અને SP દ્વારા PI, કડી D સ્ટાફના PSI સહીત 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

જ્યારથી લઠ્ઠાકાંડ થયો છે, ત્યારથી બુટેલગરો તેમજ તેમની સાથે સંકળાયેલ લોકો સાથે કાયદેસરમી કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને કોઈપણ વ્યક્તિ આવા ગેરકાયદેસર ગુન્હાઓ ન કરે.માત્ર આરોપીઓ જ નહીં પરંતુ પોલીસ વિભાગ સામે કડક પગલા લેવાનું વલણ રાખવામાં આવે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!