અમરેલીમા સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો ! જુગાર ક્લબ પર રેડ કરી 23 જુગારીઓ ને 47 લાખ ના મુદ્દામાલ
હાલ ના સમય મા ગુજરાત મા જ્યારથી સ્ટેટ મોનિટરીંગ સેલ મા એસ.પી નિલ્પ્તિ રાયે SMC ના વડા તરીકે ચાર્જ સંભાળીયો છે ત્યાર થી ગુજરાતમા દારુ , જુગાર અને ગેરકાયદેસર પ્રવૃતિઓ પર બાજ નજર રાખવા મા આવી છે છેલ્લા છ મહીના મા ગુજરાત માથી લાખો રુપીઆ નો દારુ SMC ની ટીમ દ્વારા ઝડપી લેવામા આવ્યો છે આ ઉપરાંત મોટા માથાના બુટલેગરોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામા આવ્યા છે ત્યારે હવે જુગાર પર પણ તવાઈ બોલાવામા આવી રહી છે.
SMC મા ચાર્જ સંભાળતા પહેલ નિલ્પ્તિ રાય પહેલા અમરેલી ના એસ.પી તરીકે હતા અને તેમની કામગીરી ના કારણે તેવો હંમેશા ચર્ચા મા રહેતા હતા જ્યારે હાલ સ્ટેટ મોનિટરીંગ સેલમા હોવા છતા અમરેલી પરથી તેમની નજર હટી નથી જેમા અમરેલી જિલ્લાના સાથમા ગામે છેલ્લા ત્રણેક મહિનાથી ચાલતી જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)એ દરોડો પાડીને ટોકનના આધારે જુગાર રમતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોના પત્તાપ્રેમીઓને 47 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા.
આ અંગે સાંજ સમાચાર ના એક અહેવાલ મુજબ અમરેલી જિલ્લાનું સાથમા ગામ કે જે બહુ ઓછું જાણીતું ત્યા સાતમ આઠમ પહેલા થી મકાન મા ક્લબ જુગાર ચાલી રહ્યો હતો આ જુગાર ક્લબ છેલ્લા ત્રણ મહિના થી ચાલી રહ્યો હતો જેમા ગુજરાત ના અનેક જીલ્લાઓ ના જુગારી ઓ મોંઘીદાટ કારો લઈ ને જુગાર રમવા આવતા હતા જેમા રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, બોટાદ સહિતના શહેરોમાંથી જુગાર રમવા આવેલા 23 જુગારી પકડાયા છે
આ બાબત પર સ્ટેટ મોનિટરીંગ સેલ નુ ધ્યાન આવતા ની સાથે જ આ જુગાર ક્લબમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને નાલ પેટે ઉઘરાવેલા 38000 ઉપરાંત પટમાં પડેલા રોકડા રૂા.10,82,240, 21 મોબાઈલ, 6 ફોર વ્હીલર અને 2 ટુ-વ્હીલર મળક્ષને કુલ રૂા.47,23,240નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસને ટોકન અને ગંજીપત્તા પણ મળી આવ્યા હતા.