સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે સપાટો બોલાવી દીધો ! છેલ્લા પાંચ મહીધા મા 621 ગુના ધરાવતા મોટા ગજાના 20 બુટલેગરો ને દબોચી લીધા…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ નાના મોટા બુટેલગરોનાં લીધે દારૂની રેલમછેલ બોલે છે પરંતું ખસ કરીને સ્ટેટ મોનિટરિંગની ટીમ ખૂબ જ સક્રિય છે અને હાલમાં જ એક મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, SMCએે પાંચ મહિનામાં દારૂ સપ્લાયના 621 ગુના ધરાવતાં ‘મગરમચ્છ’ જેવા 20 બૂટલેગરોને પકડ્યા છે. ચાલો અમે આપને વિગતવાર જણાવીએ કે આખરે ક્યાં બુટેલગરોને પોલીસે ઝડપી પાડ્યા છે.
ગુજરાતમાં દારૂની હેરફેરને રોકવા સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂના સમગ્ર દૂષણને ડામી દેવા માટે મેદાને ઉતરી પડ્યું હતું અને ફિલ્મી ઢબે વારાફરતી દારૂ સપ્લાય તેમજ વેચાણ કરવામાં ‘મગરમચ્છ’ બની ગયેલા બૂટલેગરોને ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી પકડી લાવી હતી.
તમને જણાવી દઈએ કે, સ્ટેટ મોનિટરિંગની ટીમે ખાસ ઓપરેશન કરીને નાગદાન ગઢવી, ગોરખ ઉર્ફે પીન્ટુ ભીમરાવ ગઢરી, અલ્કેશ બાકલીયા, પિન્ટુ બારડોલી, સોહેલ રાવત, આશીષ વસાવા, રવિ ઉફર્ષ રવુ ગામીત, અજીત ઉર્ફે દીપક હળપતી, સાકીબ પીંજારા, સુનિલ ઉર્ફે ભંવરલાલ દરજી, નયન ઉર્ફે બોબડો સહિતનાને ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જઈને દબોચ્યા હતા.
આ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂ સપ્લાયનું મોટું નેટવર્ક ધરાવતાં 20 બૂટલેગરોને પાંચ મહિનાની અંદર જ દબોચી લીધા છે જેમના ઉપર 621 જેટલા ગુના નોંધાયેલા છે.સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયા સહિત સ્ટેટ મોનિટરિંગ સેલની અલગ-અલગ ટીમોએ સૌરાષ્ટ્રના વઢવાણ, જામનગર ઉપરાંત ગુજરાતના સુરત, બારડોલી સહિતના જિલ્લામાંથી તો બૂટલેગરોને પકડ્યા જ છે
સાથે અન્ય રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ટીમો મોકલીને ત્યાંથી ગુજરાતમાં બિન્દાસ્તપણે દારૂ ઘૂસાડી દેતાં બૂટલેગરોને પણ દબોચી લીધા છે. ઘણીવાર સ્ટેટ મોનિટરિંગ સેલને અન્ય રાજ્યમાં બૂટલેગરને પકડવા માટે વેશપલટો કરવો પડ્યો છે તો અનેકવાર ત્યાંના સ્થાનિક લોકોનો સામનો પણ કરવો પડ્યો છે આમ છતાં જરા પણ હાર માન્યા વગર બૂટલેગરોને પકડીને ગુજરાત લાવવામાં આવ્યા છે.
બીજી બાજુ અન્ય રાજ્યોના બૂટલેગરો પકડાવા લાગતાં સ્થાનિક બૂટલેગરોએ હરિયાણા-પંજાબથી દારૂ મંગાવવાનું શરૂ કર્યું હોવાનું ધ્યાન પર આવતાં હવે સ્ટેટ મોનિટરિંગ સેલે આ બન્ને રાજ્યોના બૂટલેગરોને પકડવા માટે ખાસ ઓપરેશન ચલાવવાનો નિર્ણય લીધો છે અને બહુ ટૂંકા ગાળામાં ત્યાં ખાબકીને બૂટલેગરોને દબોચવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે અત્યાર સુધીમાં પકડેલા મોટા બૂટલેગરો
* વિજય ઉફર્ષ વીજુ મુરલીધર ઉધવાણી (સિંધી) ઉર્ફે વિનોદ સિંધી (રહે.વડોદરા, દારૂ સપ્લાયના 83 ગુના)
* નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) (રહે.વઢવાણ, દારૂ સપ્લાયના 121 ગુના),
* ગોરખ ઉર્ફે પિન્ટુ ભીમરાવ ગઢરી (રહે.નવાપુર, તા.નંદુરબાર, મહારાષ્ટ્ર, દારૂ સપ્લાયના 98 ગુના)
* અલ્કેશ છત્રસિંહ બાકલિયા (રહે.જાંબવા-મધ્યપ્રદેશ, દારૂ સપ્લાયના 45 ગુના)
* પિન્ટુ ઉર્ફે પીન્ટુ બારડોલી પરસોત્તમભાઈ પટેલ (રહે.બારડોલી, દારૂ સપ્લાયના 32 ગુના)
* સોહેલ ઈબ્રાહીમ રાવત (રહે.બારડોલી, દારૂ સપ્લાયના 2 ગુના)
* આશિષ અંબુભાઈ વસાવા (રહે.બારડોલી)
* રવિ ઉર્ફે રવુ સુરેશભાઈ ઉર્ફે સુરજ ગામીત (રહે.બારડોલી)
* અજીત ઉર્ફે દીપક ઉર્ફે ડેની ઉર્ફે દીપો ચીમનભાઈ હળપતી (રહે.બારડોલી)
* સાકીબ શરીફભાઈ પીંજારા (રહે.બારડોલી)
* સુનિલ ઉર્ફે ભંવરલાલ મોતીલાલ દરજી (રહે.ગંદોલી, ઘાંસા, માવલી)
* શૈલેષ ઈન્દ્રમલ કોઠારી (રહે.રાજસ્થાન-દારૂ સપ્લાયના 8 ગુના)
* નયન ઉર્ફે બોબડો કિશોરભાઈ કાયસ્થ (રહે.ભરુચ, દારૂ સપ્લાયના 39 ગુના)
* આશિષ ઉર્ફે આશુ રમેશચંદ્ર કિશનલાલ અગ્રવાલ (રહે.રાજસ્થાન-દારૂ સપ્લાયના 28 ગુના)
* ઈશ્વરસિંહ શંભુસિંહ સિસોદીયા (રાજપૂત) (રહે.રાજસ્થાન, દારૂ સપ્લાયના 4 ગુના)
* ચિરાગ ઉર્ફે ચિરાગ શેઠ પ્રકાશચંદ પંચોલી (રહે.રાજસ્થાન, દારૂ સપ્લાયના 20 ગુના)
* જોગીન્દરપાલ ઉર્ફે ફૌજી દેવરાજ મથુરાદાસ શર્મા (રહે.ચંદીગઢ, દારૂ સપ્લાયના 44 ગુના)
* જીતેન્દ્ર ઉર્ફે જીતુ કિશોરભાઈ બરછા (રહે.જામનગર, દારૂ સપ્લાયના બે ગુના)
* ભરતભાઈ ઉર્ફે રામાભાઈ પટેલ (રહે.અમદાવાદ, દારૂ સપ્લાયના ચાર ગુના)
* કુલદીપસિંહ સુરુભા ઝાલા (રહે.જામનગર, દારૂ સપ્લાયના બે ગુના)
* નરેન્દ્રસિંહ મહોબતસિંહ જાડેજા (રહે.જામનગર, દારૂ સપ્લાયના બે ગુના)