Gujarat

માતાના મોત બાદ દિકરીએ માતા માટે એવો ભાવુક પત્ર લખ્યો કે વાંચી ને આંખમા આંસુ આવી જશે…

થોડા દિવસ અગાવ જ રાજસ્થાન મા એક મહીલા ડોક્ટર આત્મહત્યા કરી ને જીવન ટુકાવ્યુ હતુ જેનુ નામ અર્ચના શર્મા હતું. અને આ ઘટના ઘણી ચર્ચાનો વિષય પણ બની હતી જ્યારે હવે મોત બાદ ડો. અર્ચના શર્મા ની દિકરી શ્યામભવી નો એક લેટર સોસીય મિડીઆમા વાયરલ થયો હતો જે વાંચી ને ઘણો લોકો ભાવુક થય ગયા હતા.

રાંચીમાં રહેતી ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર અર્ચના શર્મા રાજસ્થાનના દૌસામાં ખાનગી હોસ્પિટલ ચલાવતી હતી. 28 માર્ચે ગર્ભવતી મહિલાના મૃત્યુ બાદ તેના સંબંધીઓએ અર્ચના શર્મા વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ત્યારથી ડૉ. શર્મા ડિપ્રેશનમાં ચાલી ગય હતી, ત્યારપછી તેમણે આત્મહત્યા કરી લીધી હતી. અને આ ઘટના બાદ ડોક્ટરની આત્મહત્યાથી રાજસ્થાન અને ઝારખંડના તબીબોમાં રોષ જોવા મળ્યો હતો.

ડો. અર્ચના શર્મા ની દિકરી કે જે ધોરણ ચાર મા ભણે છે. તેણે પોતાની માતા ની યાદ મા એક લેટર લખ્યો હતો. શ્યામભવીએ તેમના પત્રમાં લખ્યું છે કે “ મમ્મી સૌથી શ્રેષ્ઠ છે. જો તમે વિશ્વની તમામ શ્રેષ્ઠ મહિલાઓની ગણતરી કરો છો, તો મમી જેટલી સારી કોઈ નહીં હોય, કારણ કે મમ્મીને શ્રેષ્ઠ મમીનો એવોર્ડ મળ્યો છે. પણ જો હું રડીશ નહી તો બધા ને લાગશે મને મમ્મી ની યાદ નથી આવતી અને હુ રડવા લાગીશ તો બધા રડશે , પણ મેં મામા માટે એક સુંદર નામ આપ્યું છે. અત્યાર સુધી કોઈપણ રીતે, મેં પાંચ નામો રાખ્યા છે. આ વર્ષોમાં ગુચી ઔર ભી કાઈ (હવે રાખવામાં આવી છે – બૂબાઈ) તો બાય બાય”

આ પત્ર વાંચી અર્ચના શર્મા ના પતિ ભાવુક થયા હતા અને ધૃસકે ધૃસકે મિડીયા સમક્ષ રડી પડ્યા હતા. કહેવામા આવી રહ્યુ છે કે આ પત્ર સોસયલ મિડીયા પર અર્ચના ના મિત્ર દ્વારા વાયરલ કરાયો અને હાલ પણ આ ઘટના ને લઈને અનેક ડોક્ટરો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેવોનુ કહેવું છે કે ડોક્ટરો ને ખોટી રીતે પરેશાન કરવાનુ બંધ કરવામા આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!