સુરત મા પાટીદાર પરીણીતા ના આપઘાત કેસ મા ચોંકાવનારો ઓડીઓ આવ્યો સામે ! પિતા ને રડતા રડતા કિધુ કે ” મને મારી નાખશે એવુ મને…સાંભળો ઓડીઓ
હાલમાં જ એક દુઃખદ ઘટના બની છે, આ ઘટના દરેક માતા પિતાઓ માટે ચેતવણીરૂપ સમાન છે. કહેવાય છે ને કે, દીકરી એકવાર સાસરે ચાલી જાય પછી પારકી થઇ જાય છે અને પોતાના જીવનના દુઃખોને પણ પોતાનું ભાગ્ય માનીને સહન કરે છે પરંતુ ક્યારેય અતિશય દુઃખ આવે ત્યારે તે મા-બાપને જાણ કરે છે પરંતુ માબાપ દીકરીને એટલું જ કહે કે, હવે એ જ તારું ઘર છે અને સહન કરતા શીખ,.
દીકરીના દુઃખને સમજવાને બદલે સમાજનો ડર મનમાં રાખવાથી દુઃખ પરિણામ ભોગવવું પડે છે. હાલમાં જ સુરતના ઉત્રાણ આવેલી મોનિકાનામની યુવતીનું રહસ્યમય રીતે મોત નીપજ્યું. આ બનાવમાં નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. હવે મોનિકાની પિતા શાંતિલાલ ભંડેરી સાથે ફોન પર થયેલી વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે.
જેમાં તે કહી રહી છે સાસરિયાઓ ખરાબ વર્તન કરે છે. સાસુ અને નણંદ ખાવામાં કઈંક નાખીને મારી નાખશે. સાસુ ધમકી આપે છે કે દીકરી મામલતદાર છે. આ બધી વાત સાંભળ્યા બાદ પિતા કહે છે. ‘તું ચિતા ના કરતી અમે છીએ. તારે ફોન કરવાના જ નહીં. હું મારી રીતે વાત કરી લઈશ.’
આઈ,એમ ગુજરાત દ્વારા ઓડિયોની વાતચિત જાણીએ.
મોનિકા અને પિતા વચ્ચે થયેલી વાતચીત
મોનિકા: પપ્પા તમે ક્યાં છો?
પિતા: ઓફિસે છું
મોનિકા: મને એવું લાગે છે કે મારે જીવવું છે પરંતુ મારા નણંદ અને મારા સાસુ મારી સાથે ખરાબ વર્તન કરે છે.
પિતા: કેમ હું કહે છે?
મોનિકા: મારે જીવવું છે પણ મને લાગે છે મને મારી નાખશે, ખાવામાં કઈંક નાખી દેશે એવું લાગે છે.
પિતા: હા..
મોનિકા: સાસુ ધમકી આપે છે કે મારી છોકરી મામલતદાર છે.
પિતા: ભલે કે, તું શું કામ ચિંતા કરે છે.
મોનિકા: મને બહું બીક લાગે છે.
પિતા: કાઈ નહીં, તું ચિંતા ન કર અમે છીએ, તારે શાંતિથી રહેવાનું છે ભલે ગમે તે થાય. કઈ ચિંતા કરવાની જરૂર નથી.
મોનિકા: કઈ નહીં, હાલો રાખું છું ફોન
પિતા: કાઈ નહીં હવે તું બહું ફોન ન કર, ફોન બંધ રાખ તું.. હું મારી રીતે વાત કરી લઈશ.
મોનિકા: હા
પિતા: હા.. હા સારું. ચાલ
મોનિકાએ પિતાને જણાવ્યું હતું કે, સાસુએ કઈંક પીવડાવી દીધું છે મને હોસ્પિટલ લઈ જાઓ. જેથી પિતા તેને ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ મોનિકાનું મોત થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. આ ઓડિયો ક્લિપ એક મહત્વનો પૂરાવો સાબિત થશે.મોં નિકાનો પતિ ટેનીશ ઈઝરાયલમાં છે. જેની પાસપોર્ટ સહિતની ડિટેઈલ્સ મેળવીને તેને ભારત લાવવા માટે પણ કામગીરી હાથ ધરાશે.
મોનિકાના પિતાએ જણાવ્યા અનુસાર મોટા વરાછા વિસ્તારમાં આવેલા ઓપેરા હાઉસમાં રહેતી મોનિકા વેકરિયાના 6 વર્ષ અગાઉ ઈઝરાયલમાં રહીને હીરાનો વેપાર કરતાં ટેનિસ વેકરિયા સાથે થયા હતા. ટેનિસના અન્ય યુવતી સાથે આડાસબંધ હોવાથી તે તેમજ તેના પરિવારજનો મોનિકાને છૂટાછેડા આપવા માટે સતત દબાણ કરી રહ્યા હતા.
ફરિયાદના આધારે પોલીસે સાસુ-સસરા અને એક નણંદોઈની ધરપકડ કરી છે. જ્યારે પરિણીતાની એક નણંદ તાપી જિલ્લામાં મામલતદાર અને નણદોઈ કઠોરમાં ડોક્ટર છે. બીજી તરફ મોનિકાના પિતાએ એવો આક્ષેપ કર્યો કે મારી દીકરીએ આપઘાત કર્યો નથી પરંતુ તેની હત્યા થઈ છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે.
View this post on Instagram