સુરતમાં આવેલી આ હીરા કંપનીએ પોતાના બે ઈમાનદાર કર્મચારીઓને ભેટમાં આપી એવી વસ્તુ કે લોકો ખુબ વખાણ કરી રહ્યા છે.
સુરતને ડાયમંડ સિટી પણ કહેવામાં આવે છે. સુરતમાં ઘણી બધી ડાયમંડની કંપનીઓ આવેલી છે અને તેમાં સુરતના અનેક લોકો કામ કરતા હોય છે. તેમાં પણ સુરતની પ્રમુખ ડાયમંડ પ્રોસેસિંગ સોલ્યુશન પ્રોવાઇડર કંપની STPL દ્વારા પોતાના કંપનીના કર્મચારીઓ માટે એક અનોખુ ઉદાહરણ સામે લઈને આવ્યા છે, અને આ કંપની સમાજ કલ્યાણની અલગ અલગ પ્રવૃત્તિમાં પણ પોતાનું પ્રદાન આપતી જ રહે છે.
તાજેતરમાં જ આ કંપનીએ પોતાના પાયાના જે ખૂબ જ જૂના સ્ટાફ છે તેમની અંગત જરૂરિયાતો તરફ પણ ધ્યાન આપ્યું છે, અને તે તરફ અત્યંત માનવીય અભિગમ રાખીને કોર્પોરેટ ખેત્રી એક નમૂનારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આમ આ કંપની પોતાની સેલ્સ ટીમને વર્ષોથી કાર્યરત થયેલા કર્મચારી અને ફરજના ભાગરૂપે સતત અલગ-અલગ મુસાફરીમાં પ્રવૃત્તિ રહેતા વિજય ધામેલીયા અને પંકજ રાબડીયા ને TATA ની ઈવી કાર ભેટ આપી છે.
આ કારના બન્ને કર્મચારીઓ પોતાની ફરજ બજાવવામાં ખુબ જ સરળતા રહે તેની માટે જ આપવામાં આવી છે અને તે અનુસાર કંપનીના સીઈઓ રાહુલ ગાયકવાલા એ જણાવ્યું હતું કે STPL માં હંમેશા કર્મચારીઓની નાનામાં નાની જરૂરિયાત નો પણ ખુબ જ ધ્યાન રાખવામાં આવે છે અને તેમનું સન્માન કરવામાં આવે છે.
આમ આ કંપનીએ પોતાના જૂના કર્મચારી જે ખૂબ જ ઈમાનદારીથી પોતાની નિષ્ઠાથી કામ કરતા હતા તે કંપની ઇલેક્ટ્રિક કાર ની પસંદગી કરીને પોતાના કર્મચારીઓને આપી છે. આમ આ બંને કર્મચારી પહેલેથી જ પોતાની કંપનીમાં ખૂબ જ સારું કામ કરતા હતા અને ફરજનું પાલન પણ કરતા હતા આમ આ બંને કર્મચારીઓને કંપની તરફથી કાર ભેટમાં આપવામાં આવી છે. અને તે કાર ભેટમાં મળતા જ બન્ને કર્મચારીઓ ખુબ જ ખુશ થઇ ગયા હતા.
ઈમાનદારી અને પોતાના કામને ધ્યાનમાં રાખીને કંપનીએ તેમને કાર ભેટમાં આપી હતી. આમ દરેક લોકોના કાર્યોની નોંધ લઇને કંપનીના વ્યક્તિઓ તેમનું કંઈકને કંઈક સન્માન કરતા જ હોય છે આમ આ બંને કર્મચારીઓના માલિકે તેમને બે કાર આપીને તેમને ખુશ કર્યા હતા. તથા કંપની બીજા અનેક કાર્યક્રમ કરતી જ રહેતી હોય છે, અને કોઇપણ કર્મચારી એ સારું કામ કર્યું હોય તેમને પણ પ્રોત્સાહિત કરીને તેમનું પણ સન્માન કરતા હોય છે.