સુરત : તાપી નદી માથી માતા અને પુત્રી ની બાંધેલી લાશ મળી,
હજી ગઈ કાલે જ મધર ડે ની ઉજવણી આખા વિશ્વ મા કરવામા આવી હતી ત્યારે જ એક માતાની પોતાની પુત્રી સાથે બાંધેલી હાલત મા તાપી નદી માથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે લાશ કોઈ સ્થાનીક વ્યક્તિઓ ને નજરે ચડતા તાત્કાલીક પોલીસ ને જાણ કરી હતી અને તપાસ મા આ મહીલા નુ નામ દિપાલી સાગર દૈવે અને બે વર્ષીય પુત્રી ક્રિશાની તરીકે ઓળખ થય હતી.
ગત તારીખ સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન મા સાગર બદ્રીનાથ દૈવે એક અરજી આપી હતી જેમા તેવો એ જણાવ્યુ હતુ કે ગત તારીખ 07-05-2022ના રોજ 26 વર્ષીય દિપાલી સાગર દૈવે અને 2 વર્ષની બાળકી ક્રિશા સાથે અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હોય તેવુ જણાવ્યુ હતુ. ત્યારે આ અરજી બાદ પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી હતી ત્યારે ગઈ કાલે રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવતા રિવર વ્યુ હાઇટર્સ પાસે તાપી નદીમાંથી બે લાશ મળી આવી હતી જે બન્ને એક દુપટ્ટા થી બંધાયેલી હતી.
આ વાત ની જાણ સ્થાનીક લોકો ને થતા ની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડ ને જાણ કરાઈ હતી અને આ લાશ ને બહાર કઢાઈ હતી જ્યારે પરિવારજનોને માહિતી મળતાં તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા. જો પતિ પત્ની ની વાત કરવામા આવે તો બન્ને ના લગ્ન ત્રણ વર્ષ અગાવ થયા હતા. સાગર અને દીપાલી ને એક વર્ષ ની દીકરી ક્રિશા હતી જે માતા સાથે મોત ને ભેટી છે.
આ પરીવાર મુળ મહારાષ્ટ્ર નો વતની છે અને દિપાલી ના પરીવારે આ ઘટના બાદ આક્ષેપ કર્યો હતો છે દિપાલી તેના સાસરીયા મા ખુશ નહોતી અને દિપાલી ના ભાઈ પુનિતે આ અંગે આક્ષેપ કર્યો હતો કે મારી બેનના પારિવારિક ઝઘડા થતા હતા. તેઓની સાસુ અને નણંદના કારણે પારિવારિક ઝઘડા થતા હતા. પારિવારિક ઝઘડાને કારણે આ પગલું ભર્યું હોય મને લાગે છે. મારી બેન ઘણા સમયથી ઉદાસ રહેતી હતી. તે પારિવારિક જીવનમાં ખુશ ન હોય તેવો મને અનુભવ થતો હતો
મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનુ ફોરેન્સીક વિભાગ દ્વારા પોસ્મમોર્ટમ કરવામાં આવ્યું હતું. બન્નેના શરીર પર કોઈ ઈજાના નીશાન મળી આવ્યા ન હતા. તેમજ બન્નેના મોત ડૂબી જવાના કારણે થયા હોવાની પ્રાથમિક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બન્નેના સેમ્પલ લઈ ફોરેન્સીક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.