ખેડુત પુત્ર સુભાષભાઈ પટેલે વિદેશ મા અબજો રુપીયા ની કંપનીઓ ઉભી કરી ! પ્રમુખ સ્વામીજી ના લીધે આવી રીતે જીવન બદલાયુ હતુ.
આપણે ત્યાં એ વાત સત્ય છે કે, ભજન ભક્તિ અને સાધુ સંતોમાં સંગ થકી માણસનું જીવતર ધન્ય બની જાય છે. જો વ્યક્તિમાં કુટેવ હોય તો એ કુટેવો પણ ગુણોમાં ફેરવાય જાય. આજે અમે આપને એક એવા વ્યક્તિનાં જીવનની વાત જણાવીશું જેનું જીવન પ્રમુખ સ્વામીનાં આશીર્વાદ અને સંત્સંગ દ્વારા બદલાય ગયું. આજે તેઓ ખૂબ જ વૈભવશાલી જીવન જીવી રહ્યા છે. એક સમય ખૂબ જ ખરાબ સમય હતો પરંતુ આજે તેઓ એ પ્રમુખ સ્વામી થકી તેમને પોતાનું જીવન બદલ્યું
ખેડુત પુત્ર સુભાષભાઈ પટેલે વિદેશ મા અબજો રુપીયા ની કંપનીઓ ઉભી કરી ! આજે આટલી અઢળક સંપત્તિ હોવા છતાંય.સુભાષ ભાઈને દર પૂનમે પોતાના ગુરુવર્ય દુનિયાના કોઈ પણ ખૂણે હોય ત્યાં દર્શન કરવાનો નિયમ છે, તેઓ પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ અને હાલમાં મહંત સ્વામી મહારાજ ના દર્શને દર પૂનમે જાય છે, એવા પરમ ભક્તના જીવને જાણીએ.
ચાલો અમે આપને જણાવીએ કે કંઈ રીતે સુભાષ ભાઈ નું જીવન બદલાય ગયું. પ્રમુખ સ્વામી વિશે તો આપણે જાણીએ છે જેના હદયમાં સ્વયં મહારાજ બિરાજમાન છે. એવા અક્ષર પુરુષોત્તમનાં મૂર્તિ સમાન પ્રમુખ સ્વામીએ અંનત જીવોનું કલ્યાણ કર્યું છે.આ વાત ત્યારની છે જયારે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને ૧૯૭૧ થી ૧૯૯૫ પોતાનું જીવન રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમા પરિવર્તન આવ્યું. વર્ષ ૧૯૯૫ માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ પટેલનું જીવન જ બદલી નાખ્યું.
મૂળ ચરોતરના રહેવાસી છે, અને ખેડૂત પુત્ર છે. શૂન્ય માંથી સર્જન કરીને એક કિસાનપુત્રએ કેવી પ્રગતિ કરી.સુભાષ પટેલ જે તાંઝાનિયાના સૌથી ધનાઢ્ય અને મોટીસન ગ્રુપના સ્થાપક તથા ડિરેક્ટર છે તેઓ આજે આફ્રિકાના ચાર દેશોમાં અબજોનો બિઝનેસ કરે છે. મોટીસન ગ્રુપનું તાંઝાનિયામાં ઉત્પાદન ક્ષેત્રે વિશાળ સામ્રાજ્ય છે. સુભાષ પટેલનું ઇન્ડસ્ટ્રીઅલ એમ્પાયર આફ્રિકાના મોટા ભાગના નફાકારક ક્ષેત્રમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે.
માત્ર ૨ સેકન્ડની મુલાકાત સુભાષભાઈને એટલી અસર કરી ગઈ કે તેઓએ વ્યસન, દુરાચાર, કુસંગ, મારઝૂડ બધું જ છોડી દીધું. તેઓએ માત્ર તેમના બિઝનેસ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.સુભાષ પટેલે પોતાની બધી કુટેવો છોડી દીધી છે બિઝનેસ પર ધ્યાન આપ્યું. તેઓ ત્યાં હોટેલ અને રિસોર્ટ ચેઈન ચલાવે છે.આફ્રિકામાં છે એમનો સ્ટીલનો પ્લાન્ટ, જયા રોલિંગ, ગેલ્વેનાઈઝિંગ, કલર કોટિંગ વગેરે કામ થાય છે. એમનો પ્લાસ્ટિકનો મોટો કારોબાર છે.તેમણે પોતાના બિઝનેસ દ્વારા 10,000 લોકોને રોજગારી આપવી છે.