અમેરીકામાં થયું જેમિન પટેલનું આકસ્મિક મોત પટેલ પરિવારમાં શોકનો માહોલ, એવી દુઃખદ ઘટના બની કે જાણીને રૂંવાટા ઉભા થઇ જશે….
હાલમાં વધુ એક ગુજરાતનું વિદેશની ધરતી પર મોત થયું છે. આ દુઃખદ ઘટના દરેક વ્યક્તિઓ માટે ચેતવણી સમાન છે. જીવનમાં માણસ બે ઘડીની મોજ લેવા માટે મોતને આમંત્રણ આપી દે છે. આ બનાવ પણ એવો છે. મૂળ ગુજરાતી પાઇલટ જેમિન પટેલનું દુઃખદ નિધન થયું અને મોતનું કારણ એ હતું કે તેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા, આખરે એવી તે શું ઘટના બની કે જેમિન પટેલે પોતાનો જીવ ગુમાવવો પડ્યો? ચાલો આ ઘટના અંગે અમે આપને વિગતવાર માહિતી આપીએ.
આ દુઃખદ ઘટના અમેરિકાના ફ્લોરિડાની છે, જ્યારે આ દુઃખદ ઘટના બની ત્યારે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટના દરમિયાન માત્ર જેમિન પટેલ એકલા જ આ પ્લેન ઉડાવી રહ્યા હતા પણ જે જગ્યાએ ક્રેશ થઈને પડ્યું ત્યાં હાજર અન્ય બે લોકોનું પણ આ ઘટનામાં મોત થયું હતું.
આઈ.એમ ગુજરાતના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, મેલબોર્ન બીચમાં રહેવાસી જેમિન પટેલ સિંગલ એન્જિન બીચક્રાફ્ટ બોનાન્ઝા V35 એરક્રાફ્ટ ઉડાવતા હતા પરંતુ વિધિના એવા લેખ લખાયાં હશે કે તા. ૧ ફેબ્રુઆરીના રોજ સાંજે સાત વાગ્યાની આસપાસ ક્રેશ થયું હતું આ કારણે ચાર મકાનોમાં પણ આગ લાગી ગઈ હતી, જેમાંથી એક મકાન સાથે પ્લેન ક્રેશ લેન્ડિંગ વખતે સીધું ટકરાયું હતું.
આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે પ્લેન ક્રેશ થયું તે પહેલા પાઈલટ જેમિન પટેલે એન્જિન ફેલ થયાનો મેસેજ કંટ્રોલ ટાવરને મોકલ્યો હતો. પ્લેનનું એન્જિન કેમ ફેઈલ થયું તેના કારણો પણ શોધવામાં આવી રહ્યા છે. હાલમાં આ દુઃખદ બનાવના પગલે પરિવારમાં પણ દુઃખદ માહોલ છવાઇ ગયો છે, આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે મૃતકની આત્માને શાંતિ મળે તેમજ પરિવારને દુઃખદ સહન કરવાની શકિત મળે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.