કરણી સેનામાં વ્યાપી ગયું દુઃખ!! રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહની ધડાધડ ગોળી મારીને હત્યા કરવામાં આવી.. સીસીટીવી ફૂટેજ આવી સામે… જુઓ
આજ રોજ રાજસ્થાનમાં એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, આજ રોજ જયપુરમાં સવારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આઘટના ને પગલે ભારે શોકની લાગણી છવાઈ ગઈ છે અને સૌથી ખાસ વાત એ કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે આખરે શું બનાવ બન્યો છે.
આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, બે અજાણ્યા હુમલાખોરો સુખદેવના ઘરે આવે છે અને પછી વાતચીત દરમિયાન અચાનક ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દે છે. ફાયરિંગ કર્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.સુખદેવની હત્યાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસે નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી, ત્યારબાદ આરોપીઓની ઓળખ થઈ.
આ બનાવ બાદ આરોપીઓએ પોલીસ પર પણ હુમલો કર્યો, જવાબમાં આરોપી નવીન શેખાવતનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું. ફાયરિંગના બનાવ બાદ તાત્કાલિક જ સુખદેવ સિંહ ગોગામેડીને તાત્કાલિક નજીકની મેટ્રો માસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ મામલે પોલીસ તપાસ માટે એકત્ર થઈ ગઈ હતી. આ બનાવ બાદ શોકનો માહોલ છવાઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે, સુખદેવ સિંહ ગોગામેડી અગાઉ કરણી સેનામાં હતા. સંગઠન સાથે વિવાદ થયા બાદ તેમણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના નામનું નવું સંગઠન બનાવ્યું હતું. તેઓ તેના પ્રમુખ હતા. બોલિવૂડ ફિલ્મ પદ્માવત અને ગેંગસ્ટર આનંદપાલ સાથે જોડાયેલા કેસમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તેમનું નામ ચર્ચામાં આવ્યું હતું
CCTV of killing of national president of Karni Sena Sukhdev singh Gogamedi. 10 bullets fired by unidentified armed men. Entire incident captured in cctv. pic.twitter.com/i41apC2tnR
— Amandeep Dixit (@dixit_aman) December 5, 2023
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.
