ધોરણ 10 ના વિદ્યાર્થીએ 15 માળેથી ખુદી આપઘાત કરી લીધો ! માતા એ રડી રડી ને જણાવી એવી કહીકત કે….નખ રંગવા થી કોઈ…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આત્મહત્યાના બનાવો સૌથી વધારે બની રહ્યા છે. ત્યારે 24 ફેબ્રુઆરી 2022નાં રોજ ગ્રેટર ફરીદાબાદની દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS)ના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થી આરવીએ 15મા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. ત્યારે હાલમાં પણ તેના આરોપીઓને સજા નથી મળી ત્યારે તેમની માતા એ પોતાની આપવીતી જણાવી હતી. ચાલો અમે આપને જણાવીએ કે, આખરે ક્યાં કારણોસર તેમના દીકરા એ આત્મહત્યા કરી.
મીડિયા સમક્ષ પોતાના દીકરા વિશે કહ્યું કે, મને એટલો બધો અફસોસ છે કે, હું તમને જણાવી નથી શકતી. હું કેટલી કમભાગી છું. મારા દીકરાના અંતિમ સમયે હું તેની સાથે નહોતી. તેની સાથે હું વાત પણ ના કરી શકી. મને બિલકુલ અંદાજો નહોતો કે તે આવું પગલું ભરી લેશે.’ તેમને પોતાના દીકરાની સેક્સ્યુલિટી વિશે જણાવતા કહ્યું હતું કે નખ રંગવાથી કોઈ ગે નથી બની જતું. શાળામાં તેને અવારનવાર તેના કપડા પહેરવા પર અને નખ રંગવા બાબત પર હિજડા, છક્કા અને ટુ ઇન વર્ડ જેવા શબ્દો થી ઉચ્ચારતાં હતા.
યુવકની માતા એ કહ્યુ કે, જ્યારે તેમના દીકરા એ આત્મહત્યા કરી ત્યારે આ ઘટના વખતે તતેમના પિતાના ડાયાલિસિસની સારવાર માટે ગયા હતા. અચાનક ફોન રણક્યો અને સામે છેડેથી અવાજ આવ્યો કે, ‘ઝડપથી તમે આવો. તમારો છોકરો પંદરમા માળેથી કૂદી ગયો છે…’ આટલું સાંભળતા જ હાંફળી-ફાંફળી થયેલી આરતી મલ્હોત્રા કાર લઈને ઝડપથી હોસ્પિટલ પહોંચી. પરંતુ ત્યાં સુધીમાં તો બધું ખતમ થઈ ગયું હતું. ડોક્ટરે આરવીને મૃત જાહેર કરી દીધો હતો.
FIR દાખલ થયાને પાંચ મહિના કરતાં વધુ સમય વીતી ગયો હતો. ત્યારે છેક 9મી ઓગસ્ટના દિવસે પોલીસે 2 સગીર બાળકોની ધરપકડ કરી હતી. પરંતુ FIR પ્રમાણે પોલીસે પ્રિન્સિપાલની ધરપકડ કરી નથી કે સ્કૂલ સામે પણ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ગ્રેટર ફરીદાબાદની પોલીસે આરવીની સૂસાઇડ નોટમાં લખેલા નામ, આ સાથે જ મૃતકની ડાયરી, તેના ફોનકોલ રેકોર્ડ્સ વગેરેમાંથી મળેલા પ્રૂફ્સ અંગે પણ કોઈ કાર્યવાહી કરી.
.
આરવીની માતા એ જણાવ્યું છે કે, મારી પાસે બધા જ પ્રૂફ્સ છે, આરવીના રેકોર્ડિંગ્સ છે, તેની વોટ્સએપ ચેટ છે. તેના કોલ રેકોર્ડિંગ્સમાંથી પણ એ સાબિત થાય છે કે, તેનું વારંવાર તેને સેક્સ્યુઅલી અબ્યુસ કરવામાં આવતો હતો. તેનું હેરસમન્ટ કરવામાં આવતું હતું. તેની ડાયરી મારી પાસે છે. છતાં હજુ સુધી મને ન્યાય મળ્યો નથી. આરવી સાથે સેક્સ્યુઅલ અસોલ્ટ અને તેનું હેરસમન્ટ કરનારા છોકરામાંથી 2ની જ ધરપકડ થઈ છે. 7 છોકરા હજુ બહાર ફરી રહ્યા છે. તેમણે કરેલાં ક્રાઇમની સજા હજુ તેમને મળી નથી. આજે મારા છોકરા સાથે કર્યુ છે, કાલે બીજા કોઈ સાથે પણ કરી શકે છે! હાલમાં તેમના દીકરાને જલ્દીથી ન્યાય મળે એવી અપીલ કરી છે.
