હસ્તો ખેલતા પરીવાર નો માળો વિખાયો, પહેલા દીકરા ની હત્યા અને પછી માતા તી આત્મહત્યા
માને જગતમાં ભગવાન થી પણ વિશેષ ગણાવમાં આવે છે. મા જન્મદાત્રી છે, પરતું ક્યારેક મા જ પોતાના સંતાનનું મુત્યુ નું કારણ બને કે પછી તે જ તેના બાળકને મારી નાખે તો કેવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આવું બની શકે? આપણે સૌ અજાણ છીએ વાત થી. ત્યારે આજે અમે આપને જણાવીશું એક એવી મા વિશે જેને પોતાના 3 વર્ષના દીકરાનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને તેનું કારણ પણ ચોંકારનારું છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, નાસિકમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓનલાઇન અભ્યાસ ન કરવા બદલ એક તેના સાડા ત્રણ વર્ષના પુત્રની હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી લીધી. ખરેખર આજના સમયમાં આવા બનાવ બને એ હવે રોજિંદા ક્રમ થવા લાગ્યો છે.ઓનલાઈન કલાસ નાં ચક્કરના હવે માતા પિતા બાળકો પર ભણવાના ભાર મૂકીને બંને ચિંતામાં મુકાઈ રહ્યા છે.
પોલીસ ફરીયાદમાં નોંધાતા જાણવા મળ્યું કે પાથરડી ફાટા વિસ્તારમાં રહેતી મહિલાએ સોમવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે ફાંસી લગાવી લીધી હતી. તેના પુત્રનું ગળું દબાવીને હત્યા કરી હતી કારણ કે, તે ઓનલાઇન અભ્યાસ કરતો ન હતો, જેનાથી મહિલા ગુસ્સે થઈ હતી. માતા-પુત્રના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ મળી છે અને કહ્યું છે કે, તેમના મૃત્યુ માટે કોઈને જવાબદાર ન ઠેરવવા જોઈએ.ખરેખર કોઈ માતા આટલી હદે જઇ શકે એવો તે કેવો ગુસ્સો કે પોતાનાં દિકરાનો જીવ લઈ લે! ભગવાન એ બાળકની દિવ્ય આત્મને શાંતિ આપે.