ઉનાળા મા ફરવા માટે દેશ ની આ જગ્યાઓ બેસ્ટ છે ! જોઈ લો લીસ્ટ અને પહોંચી જાવ ફરવા માટે…
શું તમે પરિવાર સાથે ઉનાળાનાં વેકેશનમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો? તો તમે ચિંતા ન કરો કે કયા ફરવા જવું જોઈએ! આજે અમે આપને એવા ફરવાલાયક સ્થળો વિશે જમાવીશું જ્યાં તમને ફરવાની મજા આવશે. આપણા ભારત શહેરમાં અનેક આનંદદાયક સ્થાનો આવેલ છે.
આ ઉનાળમાં ગોવા જરૂર ફરવા જવું જોઈએ. અતિ સુંદર બીચ અને અહીંયાનું મનમોહક વાતાવરણ, ઐતિહાસિક ઈમારતો અને ફૂડ સહિતની બાબતોનો અનુભવ તમારું દિલ જીતી લેશે. ગોવામાં તમેં કલંગુટ બીચ, અગુઆડા કિલ્લો, સિંક્વેરિયન બીચ અને દૂધસાગર ફોલ્સ છે, જેને તમે તમારા લિસ્ટમાં સામેલ કરી શકો છો.
કૂર્ગ, કર્ણાટક : ભારતનું પ્રાકૃતિક સુંદરતા ધરાવતું સ્થાન !અહીંયા કૂર્ગમાં મસાલા, કોફી અને ચાના બગીચા ખીલી ઉઠે છે. ચારેતરફની હરિયાળી દિલ જીતી લે છે. કૂર્ગ કપલને ફરવા માટે બેસ્ટ જગ્યા માનવામાં આવે છે. ખરેખર એકવાર આ સ્થાનની મુલાકાત લેવી જ જોઈએ.
જયપુર, રાજસ્થાન : ભારતમાં ગુલાબી શહેર તરીકે ઓળખાતું જયરપુર ફરવા લાયક માટે બેસ્ટ સ્થાન.અહીંયાના શાનદાર કિલ્લા, મહેલ અને મ્યુઝિયમથી પર્યટકોને આકર્ષિત કરે છે. માર્ચમાં જયપુરમાં એલિફન્ટ ફેસ્ટિવલ પણ થાય છે. જ્યાં તમે હાથી નૃત્ય અને હાથી પોલો જેવી એક્ટિવિટીનો આનંદ લઈ શકો છો.
રણથંભોર, રાજસ્થાન ; જો તમે વનયજીવ પ્રેમી છો તો આ સ્થાન તમારા માટે બેસ્ટ પ્લેસ છે.રણથંભોર દેશના સુંદર ટાઈગર નેશનલ પાર્કમાં આવે છે, આ જગ્યાને સવાઈ માધોપુરનું ‘આભૂષણ’ પણ કહેવામાં આવે છે. જંગલ સફારી કરતા વાઘ અને અન્ય પ્રાણીઓને જોઈ શકો છો. રણથંભોરમાં અલગ-અલગ કલરના રંગીન પક્ષીઓ પણ જોવા મળી શકે છે. અહીં સુરવાલ ઝીલ, જોગી મહેલ, પદમ ઝીલ અને રણથંભોરનો કિલ્લો જોઈ શકો છો.
ઋષિકેશ, ઉત્તરાખંડ : એડવેન્ચર પ્રેમીઓ માટે આ જગ્યા બેસ્ટ છે, જ્યાં તમે રિવર રાફ્ટિંગથી લઈને બંજી જંપિંગ અને કોઈ પણ રોમાંચિત એક્ટિવિટીની મજા લઈ શકો છો. સાથે જ ધાર્મિક પ્રેમીઓ માટે બેસ્ટ જગ્યા છે. લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, વશિષ્ઠ ગુફા, ત્રિવેણી ઘાટ અને બીટલ્સ આશ્રમ અહીં જોવાલાયક જગ્યાઓમાં આવે છે.
હમ્પી, કર્ણાટક : ઐતિહાસિક પ્રેમીઓ માટે ખાસ સ્થાન છે. કર્ણાટકના પહાડોમાં આવેલું હમ્પી ફરવાના શોખીનો માટે બેસ્ટ જગ્યા છે. માર્ચમાં અહીંનું વાતાવરણ મંદિર, મહેલ અને અન્ય સુંદર જગ્યાઓ જોવા માટે શ્રેષ્ઠ છે. હમ્પી એક પ્રકારે ઓપન મ્યુઝિયમ છે, જ્યાં તમે એકથી એક પ્રાચીન સમૃદ્ધ ઈતિહાસને જોઈ શકો છો.