Gujarat

ગરમી માંથી મળી શકે રાહત! હવામાન વિભાગ કરી આગાહી આ તારીખ થી ચોમાસુ બેસી શકે છે…

દિવસે જે દિવસે ગરમી વધી રહી છે, ત્યારે દરેક લોકો હવે આ આકરા ઉનાળા થી પરેશાન થઈ ગયા છે અને રાહ જોઈ રહ્યા છે કે, ચોમાસુ હવે ક્યારે શરૂ થશે? તો તમને જણાવીએ કે હાલમાં જ ચોમાસુ શરૂ થવાની આગાહી વિશે મહત્વના સમાચાર સામે આવ્યા છે, જે આપણે જાણીશું! હાલમાં જ ગુજરાત અને અન્ય રાજ્યોમાં ખાસ તો દક્ષિણ અને પૂર્વ બાજુમાં વાવાઝોડાની સ્થતિ હતી.

હાલમાં જ હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અસાની’ હવે વિખેરાઈ ગયું છે, આ કારણે દેશમાં ચોમાસાની શરૂઆત વહેલા થશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે. દેશમાં ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે  કારણ કે તેની ભારતમાં કૃષિ અને અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડે છે.

આ વર્ષે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય તારીખ પહેલા થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું ચાર દિવસની મોડલ એરર સાથે 27 મેના રોજ આવવાની શક્યતા છે. સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ ચોમાસુ દસ્તક આપે છે. હવે ત્યારે એ પણ મહ્ત્વની વાત છે કે, તો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે થશે. ખાસ કડીને મે મહિનામાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળે છે.

ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત 15 જૂને જ થતી હોય છે. એટલે કે 15 જૂનની આસપાસ વરસાદ થતો હોય છે. જો કેરળમાં ચોમાસાની વહેલી શરૂઆત થાય અને સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં પણ ચોમાસાની શરૂઆત વહેલી થવાની શક્યતા છે. હાલમાં તો માત્ર એક આશા છે કે હવે જલ્દી થી આ ગરમીમાં માંથી છુટકારો મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!