Gujarat

ખુશ ખબર! ગુજરાત મા આ જગ્યા પર બનશે 125 કરોડ રુપીયાના ખર્ચે આઈસ્ક્રીમ કોન નો પ્લાન્ટ ! સુરત ની સુમુલ

સુમુલ ડેરી પોતાનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ આવતીકાલે CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરાવશે. આમ આ ડેરી દરરોજના ત્રણ લાખ કોનનું ઉત્પાદન કરશે. મળતી માહિતી અનુસાર સુમુલ ડેરી દ્વારા ગુજરાત રાજ્યમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. પારડીમાં સુમુલ ડેરી નો ગુજરાતનો પ્રથમ કોન મેકિંગ પ્લાન્ટ નાખવામાં આવશે, અને આ પ્લાન્ટ 125 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. અને આ આઈસ્ક્રીમ કોન અને પ્લાન્ટ નું ખાતમુર્હત સી.આર.પાટીલ કરવા જઈ રહ્યા છે. આમ આવતીકાલે સીઆર પાટીલના હસ્તે સવારના સમયે 9:30 કલાકે આ પ્લાન્ટનું ખાતમૂર્હત થશે.

આ પ્લાન્ટના આધારે સુમુલ ડેરી દરરોજ ત્રણ લાખ કોનનું ઉત્પાદન કરશે : લોકોને આઈસ્ક્રીમ ખૂબ જ ભાવતો હોય છે અને સંપૂર્ણ દેશમાં આઇસ્ક્રીમ નું વેચાણ ખૂબ જ હદ પાર વગરના થાય છે. આમા વેચાણ વધતા જ સુમુલ ડેરીએ આ પ્રકારની યોજના બનાવવાનું નક્કી કર્યું. આમ કેન્દ્રની પ્રોડક્ટ લિંક ઇનસેન્ટિવ સ્કીમમાં આ ડેરીને મંજૂરી આપવામાં આવી. તેમજ એક લાખ લિટર આઇસક્રીમ ની સાથે સુમુલ ડેરી દરરોજના ત્રણ લાખ કોનનું ઉત્પાદન કરશે, તથા આઈસ્ક્રીમના પ્લાન્ટની ક્ષમતા 8 ડેરીના પ્લાન્ટ જેટલી રહેશે. અને તમને જણાવી દઈએ કે આ પ્લાન્ટના ખાતમૂર્હત માં ખાસ વ્યક્તિઓ જેમકે મંત્રી કનુભાઇ દેસાઇ, જગદીશ પંચાલ અને મુકેશ પટેલ પણ હાજર રહેવાના છે. MD આર. એસ સોઢી પણ આ પ્લાન્ટ દરમિયાન ઉપસ્થિત રહેવાના છે.

સુમુલ ડેરી દરરોજનો એક લાખ લિટર આઇસક્રીમ નું ઉત્પાદન કરશે અમૂલ બ્રાન્ડ માંથી આઇસ્ક્રીમ રીયલ દુધના ફેટ માંથી બનાવવામાં આવે છે. અને અત્યારે આઈસ્ક્રીમની માંગ માં ખૂબ જ વધારો જોવા મળે છે ત્યારે તમને જણાવી દઈએ કે પાર્ટી પેકથી લઈને કોન કપ અને કુલ્ફીની સાથે સાથે ચોકલેટ તથા બટરસ્કોચ કોનની માંગમાં પણ ખૂબ જ વધારો થતો જોવા મળ્યો છે.

આમ આ સમગ્ર માંગને પહોંચી વળવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અને તેના આધારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને સુરતના સુમુલ ડેરીને આ પ્લાન્ટની ક્ષમતા વધારવા માટેની એક પરવાનગી આપી છે. તેમાં સુમુલ આઇસ ક્રીમ દરરોજના ઉત્પાદનમાં 50 હજાર લિટર થી વધારીને 1 લાખ લીટરનો આઈસ્ક્રીમ બનાવશે. અને તેના આધારે જ એક નવો પ્લાન્ટ ઉભો કરીને દરેક વ્યક્તિઓની આઇસ્ક્રીમ ખાવાની ઇચ્છાને પૂરી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!