India

આ બીઝનેસમેન પાસે એક સમયે 5000 રુપીયા પણ ખીચા મા નહોતા આજે છે ભારત દેશ ના સૌથી ધનવાનો ના લીસ્ટ મા ! જાણો કેવી રીતે….

ભારતના દરેક સફળ બિઝનેસમેન પાછળ અનેકગણો સંધર્ષ રહેલ છે. દરેક વ્યક્તિનું જીવન એક સમય એવું હતું કે, તેમની કોઈ ઓળખાણ પણ નાં હતી અને આજે વિશ્વ ફલકે નામના મેળવી છે. ચાલો આજે અમે આપને એક એવા જ વ્યક્તિની વાત કરીશું, જેમની પાસે એક સમયે 5000 રૂપિયા પણ નાં હતા અને આજે અબજો રૂપિયાની એરટેલ કંપનીના માલિક છે. ચાલો અમે આપને તેમના જીવનની સફળદાયી કહાની વિશે માહિતગાર કરીએ.

સુનિલ ભારતી મિત્તલનું નામ આજે સૌ કોઈ જાણતાં હશે. ટેલિકોમ ક્ષેત્રમાં એરટેલ કંપની એક જાણીતું નામ છે. એક સમયે Airtel કંપની ટેલિકોમ ક્ષેત્ર નંબર વન પર હતી. આ ભારતમાં જ નહીં પરંતુ એરટેલ કંપની વિદેશમાં પણ મોબાઈલ સર્વિસ આપે છે. આ પરિણામનું કારણ છે સુનિલ મિત્તલ.સુનિલ મિત્તળના જીવન વિશે જાણીએ તો તેમનો જન્મ 23 ઓક્ટોબર 1957ના રોજ પંજાબના લુધિયાણા માં થયો હતો.

સુનિલ ભારતી મિત્તલ ના પિતાનું નામ સતપાલ મિતલ હતું. જે પંજાબના પ્રસિદ્ધ રાજનેતા અને બે વાર સાંસદ પણ રહી ચૂક્યા હતા. તેમનું જીવન ખૂબ જ વૈભવશાળી હોવા છતાં પણ તેમને પરીશ્રમનો માર્ગ પસંદ કર્યો. સુનીલ ૧૯૭૬માં પંજાબ યુનિવર્સિટી માં થી તેણે ગ્રેજ્યુએશન કર્યું. પિતાનો રાજનીતિનો વારસો છોડીને તેમણે પોતાનો ઉદ્યોગ સ્થાપ્યો. કોઈપણ કાર્યની શરૂઆત નાનાં કામથી થાય એવી જ રીતે સુનીલ પણ શરૂઆત નાના પાયાથી કરી.

સુનિલ પહેલાં લુધિયાણામાં સાયકલ અને અન્ય સ્પેરપાર્ટ બનવવાનું કામ કરતા હતા અને સમય જતાં સુનિલ ભારતી મિત્તલ સાઇકલના બિઝનેસ શરૂ કરવા માટે તેના પિતા પાસેથી ૨૦ હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જ્યારે તેઓ આ બિઝનેસમાં આવ્યા તો હીરો સાયકલના માલિક અને સંસ્થાપક બૃજમોહન લાલ સાથે તેમના સંબંધ બંધાયો અને હરિફાઇ પણ ચાલી. એક સમયે તેમની પાસે રૂ.5000 નાં હતા. ત્યારે હીરો કંપનીના માલિક પાસેથી ઉધાર લીધેલ.

સાયકલનો બિઝનેસ સફળ હોવા છતાં તેમને મોટો બિઝનેસ શરૂ કરવો હતો અને આજ કારણે તેમને લુધિયાણા છોડીને મુંબઈ આવી ગયા અને 1982 સુધીમાં તેના ભાઈ સાથે મળીને તેમણે પોર્ટેબલ જનરેટર વેચવાનું શરૂ કર્યું. પરંતુ અચાનક ભારત સરકારે જનરેટર ની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો અને ભારતીય કંપનીઓને સ્થાનિક સ્તર પર જનરેટર બનાવવા માટે લાયસન્સ આપ્યું.

સાઈકલ નો બિઝનેસ વેચીને રાકેશ અને રાજન મિત્તલ સાથે ભારતીય ઓવરસીઝ ટ્રેડિંગ શરૂ કરી અને વર્ષ ૧૯૮૬માં તેમણે push button phone ઈમ્પોર્ટ કર્યો. તેમણે તાઇવાન થી ઈમ્પોર્ટ કરીને ભારતમાં બીટેલ બ્રાન્ડના ફોનની શરૂઆત કરી. 1990 સુધીમાં તેમણે ફોનની સાથે સાથે ફેક્સ મશીન દૂરસંચાર ઉપકરણ બનાવવાનું પણ કામ શરૂ કર્યું ત્યારબાદ વર્ષ ૧૯૯૨માં ભારત સરકારે પહેલીવાર મોબાઇલ સેવા માટે લાઈસન્સ આપવાની શરૂઆત કરી અને તેમને ભારતીય સેલ્યુલર લિમિટેડ ની શરૂઆત કરી. જેમાંથી 1995માં એરટેલ બ્રાન્ડ નો જન્મ થયો.

એરટેલ કંપનીની શરૂઆત શાનદાર રહી અને 20,000 થી 2 લાખ અને હવે 20 કરોડ યુઝર્સ આ કંપની ટોચ પર આવી ગઈ. જેમા કંપની સફળ થતી રહી તે અન્ય કંપનીઓએ પણ તેની સાથે હાથ મિલાવ્યો. વર્ષ 2008 સુધીમાં ભારતમાં એરટેલના છ કરોડ કસ્ટમર હતા. આ કંપનીનું વેલ્યુએશન ચાલીસ બિલિયન ડોલરે પહોંચી ગયું હતું. ટોપ ટેલિફોન કંપની એરટેલ બની ચૂકી હતી. સુનિલ ભારતી મિત્તલ ફોર્બ્સની યાદીમાં નામ ધરાવે છે. 11.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે ભારતના તે છઠ્ઠા અમીર વ્યક્તિ છે. સુનિલ ઇચ્છત તો તે પોતાના પૈસા એ જીવનની મોજ માણી શકતા હતા પરંતુ તેમને આપમેળે મહેનત થી નામના મેળવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!