સાઉથના સુપરસ્ટાર ગુજરાત મા કેવડીયાની મુલાકાતે ! જાણો ફિલ્મ કયારે રીલીઝ થશે. .
ગુજરાતની ધરા એવી છે કે, સૌ કોઈને પોતાની તરફ આકર્ષિત કરે છે. આપણે જાણીએ છે કે, બોલીવુડના અનેક કલાકારો ગુજરાતની મૂલાકાતે આવતા હોય છે, ત્યારે હાલમાં જ સાઉથના સુપરસ્ટાર ગુજરાત મા કેવડીયાની મુલાકાતે આવેલ ત્યારે ચાલો અમે આપને આ મુલાકાત સાથે જોડાયેલ ખાસ વાત જણાવીએ. ગુજરાતની ત્રણ અજયાબીઓ પૈકી એક સ્ટેચ્યુ ઑફ યુનિટી દેશ વિદેશના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકેનું મળેલ બિરુર્દ લોકોને પોતાની તરફ આકર્ષે છે. ખરેખર આ પર્ટીમાં નદીના કિનારે આવેલી છે, જ્યાં રમણિય વાતાવરણમાં આધુનિકતાની કલાત્મક કળાને નજરો સમક્ષ નિહાળી શકીએ છે. અત્યાર સુધીમાં અનેક કલાકારોએ આ સ્થાનની મુલાકાત લીધી છે.આપણે જાણીએ છે કે, ફિલ્મના પ્રમોશન માટે અનેક સ્થાનો એ જતા હોય છે, ત્યારે તેઓ ગુજરાતની મુલાકાતે આવેલા એ આપણા સૌ માટે ગૌરવની વાત કહેવાય.

દક્ષિણના દિગ્દર્શક એસ.એસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ની રિલીઝમાં થોડો સમય બાકી હોવાથી, નિર્માતાઓ ફિલ્મને સફળ બનાવવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. રાજામૌલી ઉપરાંત અભિનેતા જુનિયર એનટીઆર અને અભિનેતા રામ ચરણ સહિત સમગ્ર RRR ટીમ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે, તેથી સમગ્ર ટીમ તાજેતરમાં ગુજરાત પહોંચી હતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. આ સાથે જ ફિલ્મ RRR પણ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની સામે પ્રમોશન થનારી પહેલી ફિલ્મ બની છે.

જો વાર્તાની વાત કરીએ તો આ ફિલ્મ 1920ના સમય પર આધારિત છે. આ ફિલ્મમાં બ્રિટિશ રાજ અને હૈદરાબાદ નિઝામ સામે લડનારા ક્રાંતિકારીઓ અલ્લુરી અને કોમારામની વાર્તા દર્શાવવામાં આવી છે. હિન્દીની સાથે સાથે આ ફિલ્મ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ થશે.આ એક મેગા બજેટ ફિલ્મ છે તેથી સ્ટાર્સ અને મેકર્સ તેની પાસેથી ઘણી અપેક્ષા રાખી રહ્યા છે. આ જ કારણ છે કે ફિલ્મની રિલીઝ પહેલા દરેક વસ્તુ પર બારીકાઈથી નજર આવી રહી છે.

તાજેતરમાં જ ફિલ્મ RRRના સેલિબ્રેશન એન્થમ ગીતનો એક નાનો પ્રોમો શેર કરવામાં આવ્યો હતો, જેમાં દેશભક્તિનો પૂરો રંગ જોવા મળ્યો હતો. દર્શકો આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને પ્રોમોએ ઉત્તેજના વધુ વધારી દીધી હતી.હવે પ્રેક્ષકોની રાહનો અંત આવવાનો છે અને RRR 25 માર્ચ 2022 ના રોજ સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે.
