યુવતિએ ધર્મ બદલી સુરજ સાથે હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા અને હવે આ કારણે સાસરુ પણ છોડયું ! જાણો વિગતે..
હાલ ના સમય મા પ્રેમ લગ્ન કરનાર પ્રેમી ઓ ને ઓનર કીંલીગ ની ડર સતાવતી હોય છે ને લગ્ન બાદ ઘરની બદલે અન્ય જગ્યા એ આશરો લઈને રહેતા હોય છે ત્યારે હાલ આવો જ એક કિસ્સો આઝમગઢ જિલ્લા મા સામે આવ્યો છે જેમા એક હિંન્દુ યુવક અને એક મુસ્લિમ યુવતિ એ મંદિર મા લગ્ન કરી લીધા હતા જ્યારે યુવતિ એ હાલ યુવક ના ફઈ ના ઘરે શરણ લીધી છે.
જો ઘટના અંગે વિગતે વાત કરીએ તો આ ઘટના અતરોલિયા પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખાનપુર ફતેહની ગામ છે. અતરોલિયા ક્ષેત્રના ખાનપુર ફતેહ ગામનો રહેવાસી સૂરજને 2 વર્ષ અગાઉ હૈદરપુર ખાસ ગમની એક મુસ્લિમ છોકરી મોમિન સાથે પ્રેમ થઈ ગયો. અને બન્ને એ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતુ. આ પ્રેમ લગ્ન માટે યુવતિ ના પરિવારજનો દ્વારા સુરજ ને ઈસ્લામ સ્વીકારવા માટે દબાણ કરાયુ હતુ.
પરંતુ સુરજ અને મોમિન બન્ને એ આ વાતનો સ્વીકાર કર્યો ન હોતો અને ધર્મ ની દિવાલ તોડી ને બન્ને એ માતાજી ના મંદિર મા હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન કરી લીધા હતા. જ્યારે આ નવદંપતિ ને સૌ કોઈ એ આશીર્વાદ આપ્યા હતા અને આખા માગ મા ચર્ચા નો વિષય બન્યા હતા. જ્યારે હવે બન્ને ને ડર સતાવી રહ્યો છે અનૈ લગ્ન બાદ ઘર ની બહાર પણ નીકળી શકતા.
લગ્ન બાદ મોમિન મિના બની ગઈ છે અને હિન્દુ ધર્મ અપનાવી લીધો છે. જ્યારે યુવતિ ને પોતાના પરીવારજનો નો ડર સતાવી રહ્યો છે. અને જીવનુ જોખમ છે તેની આશંકા વ્યક્ત કરી હતી જો કે આ બાબતે હાલ કોઈ ફરિયાદ નથી નોંધાઇ પરંતુ સાવધાનીના પગલાં રૂપે તે ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે જાન ને જોખમ હોવાથી આ દંપતિ એ પોતાના ફઈ ના ઘરે શરણ લીધું છે અને હવે કોર્ટ મેરેજ કરી બન્ને અન્ય રાજ્ય મા રહેવા જવા માંગે છે.