Gujarat

સુરતમા 24 લાખના હીરાની ચોરી નો ભેદ ઉકેલાયો ! ચોરી કરનાર બીજુ કોઈ નહી પણ પોતાના જ…

હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતમાં 24 લાખના હીરાની ચોરી ઘટના સામે આવી છે અને હીરા ચોરનાર વ્યક્તિ વિશે જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટના અંગે અમે આપને વધુ વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે બનાવ શું બન્યો છે અને ચોર કઈ રીતે પકડાયો હતો.

સુરતના મોટા વરાછા અબ્રામા રોડ અમૃત રેસિડેન્સી ખાતે રહેતા ભૌમિક પરબત સોજીત્રા વરાછા મીનીબજાર ચોકસી બજારમાં હીરાની ઓફિસ છે. બે દિવસ પહેલાં તેની ઓફિસમાં કોઇ અજાણ્યો આવ્યો હતો. આ યુવક છત્રી લઇને આવ્યો હતો અને ઓફિસ ખોલીને અંદરથી ડ્રોઅર કાપી નાખ્યું હતું, ત્યારબાદ ઓફિસમાંથી રૂા. 24.12 લાખની કિંમતના 122 કેરેટના હીરા ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

નોધાયેલ ફરિયાદ પર આધારિત પોલીસે તપાસ કર્યા પછી વિજયકુમાર મુકેશભાઇ ધડુકને પકડી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂા.24.12 લાખના હીરા પકડી પડ્યા હતા.ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરી. પોલીસની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે, વિજય ફરિયાદી ભૌમિકના માસીનો પુત્ર થાય છે. જે સાંભળીને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા. પૂછપરછમાં સામે આવ્યું હતું કે, ચાર મહિના પહેલાં વિજયને કાપડના વેપારમાં મોટુ નુકસાન થયું હતું.

ત્યારબાદ તે હીરાના વ્યવસાયમાં આવ્યો હતો અને હીરાનું કામકાજ શીખવા માટે ભૌમિકની ઓફિસે આવતો હતો.વીજય પિતરાઇ ભાઇ થતો હોવાથી ભૌમિકે કારખાનાની એક ચાવી વિજયને આપી હતી. ભૌમિકના કારખાનામાં લાખો રૂપિયાના હીરા પડ્યા હોવાથી વિજયએ દેવું ભરપાઇ કરવા માટે ભૌમિકની ઓફિસને નિશાન બનાવીને ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલીને મુખ્ય ઓફિસનું ડ્રોઅર ખોલી તેમાંથી હીરા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી.

વરાછામાં હીરાના કારખાનામાં ચોરી થઈ તે ઓફિસની બહાર સીસીટીવી કેમેરા લાગ્યા છે. તેની જાણ વિજયને હતી. જેથી વિજય પોતાનો ચહેરો ઓળખાઈ ન જાય તે માટે વગર વરસાદે પણ છત્રી લઈને આવ્યો હતો અને પોતાની આડે છત્રી રાખી ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી ઓફિસથી 24 લાખના હીરા લઈ ફરાર થઈ ગયો હતો. વિજયની તેના જ ભાઈની ઓફિસમાં ચોરી કરવાની આ તમામ હરકત ઓફિસની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સીસીટીવીના આધારે પકડી પાડ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!