સુરત : અચાનક જ “બાપ ના બગીચા” રેસ્ટોરન્ટ મા ઘુસી આવી બોલેરો પીક અપ ! જુઓ ધૃજાવી દે તેવો વિડીઓ
હાલમાં જ સુરત શહેરમાં એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું છે કે, બેફામ ગાડી હાંકતા લોકોને કારણે નિર્દોષ અને માસુમ વ્યક્તિઓ અકસ્માતનો ભોગ બનવાના અનેક કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. બેફામ ગાડી હંકારતા ચાલકે ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો જ્યાં ગાડી સીધી એક હોટલમાં ઘૂસી ગઈ હતી કારણે ત્રણ જેટલા ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચવા પામી હતી.
એક ચાની હોટેલમા સાત જેટલા લોકો હાજર હતા.હોટલમાં હાજર વ્યક્તિઓ કંઈક વિચારે તે પહેલા જ આ બોલેરો હોટલમાં ઘૂસી ગઈ હતી.જેથી ત્યાં હાજર તમામ લોકોમા નાસભાગ મચી ગઇ હતી. ફુલ સ્પીડે ગાડી હોટેલમાં ઘૂસી જતા અહીં હાજર લોકોને અડફેટે લીધા હતા. જેને કારણે ત્રણ જેટલા લોકોને ઈજા પહોંચવા પામી હતી.બેફામ રીતે બોલેરો ગાડી હંકારતા ડ્રાઇવિંગ પરથી કાબુ ગુમાવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
જે સમગ્ર ઘટના ત્યાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. હોટલમાં ગાડી પ્રવેશતાની સાથે જ હોટલનો તમામ સામાન તહેશનહેસ થઈ જવા પામ્યો હતો. ગભરાઈ ગયેલા હાજર લોકોએ જીવ બચાવવા દોડ્યા હતા જોકે ત્રણ લોકો ગાડીની અડફેટે આવ્યા અને તેમને ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે ગાડી હાંકનાર ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
સુરતની રેસ્ટોરેન્ટમાં જમવા પહોંચેલા ગ્રાહક સામે બેકાબુ બોલેકો કાર ઘસી આવી, વિડીયો જોઇ તમે કહેશો "બાપરે ! બાપ" (LIVE CCTV)#Surat #Live #Latest #News pic.twitter.com/4cdgjgppo9
— Watch Gujarat (@WatchGujarat) December 19, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.