Viral video

સુરતના યુવકે કરુણ આક્રંદ સાથે વિડીયો ઉતારીને જીવન ટૂંકાવી દીધું, રડતા કહ્યું કે માઈ માફ કરી દે…જુઓ વિડીયો

ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં વધુ એક આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. એક તરફ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 100 દિવસમાં ગુજરાતને વ્યાજખોરીથી મુક્ત બનાવવાનું મિશન ચલાવી રહી છે. ત્યારે હાલમાં જ સુરતના ઉધનામાં ગત તા. 22ના રોજ યુવકે આપઘાત કરી જીવન ટુકાવી લીધું. આ યુવકે આત્મહત્યા કરતાં પહેલા વિડીયો બનાવ્યો અને સાથોસાથ સ્યુસાઇડ નોટ પણ લખી જેમાં ચોંકાવનાર ખુલાસા કર્યા છે.

દિનારામ ઉમારામ જાટ નામના રાજસ્થાની યુવકે ગત 22 ડિસેમ્બરના રોજ મોતને વ્હાલું કરી લીધું અને આત્મહત્યા કરતાં પહેલા યુવકએ આક્રંદ સાથે કરુણ વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં મૃતક યુવાને સમસ્યા સ્યુસાઇડ નોટમાં લખી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં મૃતકે આપઘાત પહેલા મિત્રને વીડિયો કોલ પણ કર્યો હતો. હાલ આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

તપાસ દ્વારા જાણવા મળ્યું છે કે, સાળા-બનેવી વચ્ચે ધંધાકીય રૂપિયાની લેતી-દેતીમાં કારણે પીડિત વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી. સાળા-બનેવી વચ્ચે ધંધાકીય બાબતને તકરાર થઈ હતી. જેમાં અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હોવાના આરોપ લાગી રહ્યા છે તો ધર્મેન્દ્ર નામના શખ્સે 15 હજારની સામે 75 હજાર રૂપિયા પડાવી લીધા હોવાની રાવ ઉઠતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે.

મૃતક યુવાન દિનારામ ફર્નિચરના કામ કરતો હતો. આ દરમીયાન સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતે તકરાર ચાલતી હતી. જેમાં આરોપ લાગી રહ્યા છે કે બનેવી અમરારામ દ્વારા રૂપિયા માટે દીનારામ પર દબાણ કરવામાં આવતું હતું. અમરારામ સહિત અન્ય શખસો, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સો રૂપિયા વસુલ કરી લીધા બાદ પણ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે.હાલમાં આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!