Gujarat

સુરતના આ યુવાને JEE ની પરીક્ષા ડંકો વગાડ્યો ! ગુજરાતમા પ્રથમ આવ્યો છતા કેનેડા કે અમેરીકા જવાને બદલે…

આ જગતમાં માતા-પિતા જેટલું બલિદાન આપે છે, એ તો અકલ્પનિય છે. આજે આપણે એક એવી જ પ્રેરણાદાયી કહાની વિશે જણાવીશું મ આજે આપણે વાત કરીશું સુરતના મહિત ગઢીવાલા વિશે. તમને જાણીને ગર્વ થશે કે, નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા લેવાતી જેઈઈ એડવાન્સની પરીક્ષાના પરીણામ જાહેર થયા છે. આ પરીક્ષામાં સુરતના મહિત ગઢીવાલાએ રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાની સાથે સાથે ઓલ ઇન્ડિયમાં 9મો રેન્ક મેળવીને ઝળહળતી સફળતા મેળવી છે.

મહિતને એડવાન્સમાં 9મો રેન્ક અને મેન્સમાં 29મો રેન્ક મળ્યો હતો ખાસ વાત એ કે, કેનેડા, અમેરિકાના વિઝા મળવા છતાં આગામી સમયમાં મહિતને મુંબઈ આઈઆઈટીમાં અભ્યાસ કરવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.મહિત ગઢીવાલાએ જેઈઈ એડવાન્સ 2022માં 360માંથી 285 ગુણ પ્રાપ્ત કરીને સમગ્ર દેશમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહિત પહેલેથી જ એન્જિનિયર બનવા માંગે છે. લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસીસ બાદ ઓફલાઈન ક્લાસ શરૂ થયા હતા.

મહિતે ઇન્ટરનેશનલ મેથેમેટિક્સ ઓલમ્પિયાડ 2020-21માં વિશ્વમાં પ્રથમ નંબર તથા નેશનલ સાયન્સ ઓલમ્પિયાડ 2022માં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ સિવાય 53મા અને 54મા બંને ઇન્ટરનેશનલ કેમેસ્ટ્રી ઓલમ્પિયાડમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. જ્યારે 16મા ઇન્ટરનેશનલ જુનિયર સાયન્સ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. 22મા એશિયન ફિઝિક્સ ઓલમ્પિયાડમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

મહિતને માત્ર ભણવાનો શોખ જ નથી. પરંતુ, અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ તે રસ ધરાવે છે. માર્શલ આર્ટના કરાટેનો તો એક્સપર્ટ છે અને ધ વર્લ્ડ તાઈકવાન્ડો સાઉથ કોરિયા તરફથી આયોજિત સ્પર્ધામાં બ્લેક બેલ્ટ મેળવી ચૂક્યો છે. મહિતના પિતા ડો. રાજેશ ગઢીવાલા અને માતા પ્રેમલ ગઢીવાલા બન્ને ડેન્ટિસ્ટ છે અને પોતાના ખાનગી ક્લિનિક ચલાવે છે.

મહિતના માતા ડો. પ્રેમલએ પોતાનું કામ છોડ્યું હતું દીકરાને તૈયારી કરાવવા માટે. ખરેખર આ દિકરો આજના દરેક તરુણ યુવાનો માટે પ્રેરણા રૂપ સમાન છે. આવું ભાગ્યે જ જોવા મળે છે કે સોશિયલ મીડિયા થી દુર રહીને પોતાના અભ્યાસમાં પૂરતું ધ્યાન આપવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!