Viral video

સુરતમાં બે વ્યક્તિઓએ જૂની અદાવતાના કારણે જાહેર મા યુવકને ચપ્પુના ઘા મારીને રહેસી નાખ્યું, જુઓ મોત નો લાઈવ વિડીયો….

સુરતમાં દિવસે ને દિવસે અનેક બનાવો બને છે, ત્યારે  હવે તો લોકો બેફામ નજીવી બાબતે લોકોની જાનના ભૂખ્યા બન્યા છે. જાહેરમાં લોકોના જીવ લઈ રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક બનાવ સુરતના વરાછામાંથી સામે આવ્યો છે. જેમાં સુરતના વરાછા વિસ્તારમાં બુધવારે રાત્રે છૂટક સાડીનો ધંધો કરતા યુવાન પર કમલપાર્ક સોસાયટીમાં જુના ઝઘડાની અદાવતમાં ચપ્પુ વડે હુમલો કરી યુવકને રહેંસી નાખ્યો

બીજી બાજુ યુવક પર હુમલો કરનાર બે વ્યક્તિ ભાગી છૂટયા હત્યા. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલ યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નીપજ હતું. હાલ આ બનાવમાં પોલીસે ગુનો દાખલ કરી હત્યારાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

મૂળ રાજકોટના જામકંડોરણાના ધોળીધારનો વતની અને હાલ સુરતમાં વરાછા માતાવાડી વિસ્તારમાં ઈશ્વરકૃપા સોસાયટીમાં પત્ની નયના અને બાળકો સાથે રહેતો ખુશાલ કેશુભાઈ કોઠારી છૂટક સાડીનો ધંધો કરતો હતો. જ્યા ખુશાલ ગતરાત્રે 8.30 વાગ્યના અરસામાં કમલપાર્ક સોસાયટી ખાતે તુલસી પાનના ગલ્લે ઉભેલા મિત્ર કમલેશ ડાંગોદરાને ગયો હતો.

થોડી દૂર ઊભા રહેલા કમલેશને ખુશાલે ઇશારો કરીને બોલાવ્યો હતો અને કમલેશ તેની પાસે રોડ ક્રોસ કરીને જઈ રહ્યો હતો. તે દરમિયાન જ બાઈક ઉપર આવેલા પ્રકાશ ઉર્ફે ઓઝા અને હર્ષગામીએ બાઈક પર બેસેલા ખુશાલના શરીરે ચપ્પુ વડે આડેધડ ઘા ઝંકી દીધા હતા.

તો બીજી તરફ નજર સામે જ મિત્ર પર હુમલો થતા ગભરાયેલા કમલેશે તેના અન્ય એક મિત્ર કનુ પરમારને ફોન કરીને બોલાવ્યો હતો. તેઓ ખુશાલને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોવાથી તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. જેથી પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.

ઘટના અંગેની જાણ થતા વરાછા પોલીસનો કાફલો સ્મીમેરના હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યા પોલીસે ખુશાલની પત્ની નયનાની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ગત ડિસેમ્બર માસમાં ખુશાલ અને પ્રકાશ ઉર્ફે અપ્પુ ઓઝા વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થતા ખુશાલે તેને માર માર્યો. આ બનાવમાં પ્રકાશએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!