સુરત મા 40 સેકન્ડમાં રૂ. 11 લાખ ભરેલી બેગની દિલધડક લુટ થઈ ! જુઓ વિડીઓ
તમે ફિલ્મોમાં ચોરીના તો અનેક બનાવો જોયા હશે પરંતુ હાલમાં સૂરત શહેરમાં માત્ર સુરત મા 40 સેકન્ડમાં રૂ. 11 લાખ ભરેલી બેગની દિલધડક લુટ થઈ ! ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ લૂંટ કઇ રીતે થઈ . હાલમાં આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ ઘટના સૌ કોઈ માટે ચેતવણી રૂપ સમાન છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના વેસુ કેનાલ રોડ પર રહેતા 32 વર્ષીય સુરેશકુમાર મોતીલાલ બગ્રેચા પુણા સ્થિત આઈમાતા પાસે આવેલા રઘુવીર બીઝનેસ એમ્પાયરમાં મંડપના કાપડનો વેપાર કરે છે. ગતરોજ તેઓ તેમના પિતા સાથે ઘરેથી દુકાને જવા માટે નીકળ્યા હતા. ત્યારે 11.70 લાખની રોકડ બેંકમાં ભરવા માટે બેગમાં મૂકી તે બેગ કારની પાછળની સીટ પર મૂકી હતી.
સુરેશભાઈ અને તેમના પિતા અધરસ્તે પર્વત પાટિયા કબુતર સર્કલ પાસે ઉભા રહ્યા હતા. દુકાનના કામ માટે તેઓ સ્ટેશનરી લેવા ઉભા હતા અને તેઓએ ત્યાં કાર પાર્ક કરી હતી. દરમ્યાન સુરેશભાઈ કારમાં બેઠા હતા જ્યારે તેઓના પિતા સ્ટેશનરી લેવા ગયા હતા. આ સમયે એક બાદ એક એમ બે 20થી 22 વર્ષના યુવકોએ ગાડીના બોનેટ સામે ઈશારો કર્યો હતો. પરંતુ સુરેશભાઈએ ધ્યાન આપ્યું ન હતું.
સુરેશભાઈના પિતાજી સ્ટેશનરી લઈને આવ્યા હતા અને તેઓએ સ્ટેશનરી ગાડીમાં મૂકી હતી તે સમયે એક ત્રીજા ઇસમે સુરેશભાઈના પિતાને બોનેટ પર ઓઈલ પડ્યું હોવાની વાત કરી હતી. જેથી તેઓએ ગાડીના આગળનું બોનેટ ખોલીને ચેક કર્યું હતું. જેમાં ગાડીમાંથી ઓઈલ પડતું ન હતું અને તેઓએ બોનેટ બંધ કર્યું હતું.
સુરેશભાઈએ જોયું તો ગાડીમાં 11.70 લાખ રૂપિયા ભરેલી બેગ ન હતી. જેથી તેઓ ચોંકી ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી.આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પોલીસે વેપારીની ફરિયાદને આધારે ગુનો નોંધી તમામ ગઠિયાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે
સુરતના વેપારી પિતા-પુત્રની 11 લાખ ભરેલી બેગ ચોરાઈ#ગુજરાતમિત્ર #surat #Theft #Car #Bag #Tradershttps://t.co/mCwh9m7BKA pic.twitter.com/ds9mamuLYD
— Gujaratmitra (@Gujaratmitr) March 1, 2023