સૂરતમાં એમ્બ્યુલન્સે વિધાર્થીને 5 ફૂટ દૂર હવામાં ઉડાવી દીધો,જુઓ કાળજું ચીરી નાખનાર મોતનો લાઈવ વિડીયો….
પૂરપાટે આવતા વાહનો અનેક રાહદારીઓને અડેફેટે લેતા હોય છે, ત્યારે હાલમાં જ આવો એક બનાવ સામે આવ્યો છે, જેમાં 21 વર્ષના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દુઃખદાયી ઘટના સુરત શહેરની છે. તમને જાણીને આશ્ચય થશે કે, આ આ યુવાનનો જીવ એક એમ્બલ્યુન્સના કારણે ગયો છે. જે એમ્બલ્યુન્સ લોકોનો જીવ બચાવે એજ એમ્બલ્યુસે આ યુવાનનો ભોગ લીધો.
ચાલો અમે આપન જણાવીએ કે આખરે આ બનાવ કંઈ રીતે બન્યો અને આ ઘટના પાછળ આખરે કોણ જવાબદાર છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સુરતના સરથાણા વિસ્તારમાં આ હૈયુંકંપાવી દેનાર ઘટના બની છે અને આ ભંયકર અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે આ ઘટનામાં બન્યું એવું કે, એમ્બ્યુલન્સએ યુવકેને અડફેટે લઈ ઉડાવ્યો હતો. જેથી 5 ફૂટ દૂર ઉડી ને પડ્યા બાદ યુવકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે સરથાણા જકાતનાકા શ્યામધામ મંદિરની પાછળ શિવાય હાઈટ્સ ખાતે રહેતો અનિલ રાજેશ ગોધાણી અમદાવાદ ખાતે સીએનો અભ્યાસ કરતો હતો અને છેલ્લા 3 માસથી કાકા કુમનભાઇના ઘરે રહેતો હતો. બુધવારે અનિલ તેની ફોઈના ઘરે હોળી રમવા ગયો હતો. જ્યારે તે સિમાડાનાકા ઉમંગ હાઈટ્સની સામે બીઆરટીએસ રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે થોડીક જ ક્ષણમાં એમ્બલ્યુન્સ ફુલસ્પીડે આવીને યુવાનનો ભોગ લઇ લીધો.
એમ્બ્યુલન્સનો ચાલક અડફેટમાં લઈ નાસી છુટ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જપા પામી છે. ગંભીર રીતે ઘવાયેલા અનિલને સારવાર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તેનું મોત નીપજ્યું હતું. સરથાણા પોલીસે ચાલક સામે ગુનો નોંધ્યો છે. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયક છે અને પરિવારજનોએ યોગ્ય ન્યાયની માંગણી કરી હતી.
