સુરતના કુખ્યાત તડીપાર અલ્લારખા ની ધરપકડ કરાઈ ! કારનામા જાણી ને ચોંકી જશો
સુરતના કુખ્યાત તડીપાર અલ્લારખા ની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે વધારે વિગતવાર માહિતી જણાવીએ કે, આખરે કઈ રીતે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સ (OYO)ના રૂમ નંબર-7માં છાપો મારી કુખ્યાત આરોપી અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા, અસદ સાકીર રંગુની અને દર્શીલ જનકકુમાર અંકલેશ્વરીયા નામના ઇસમોની ધરપકડ કરી છ
પોલીસને આ ઈસમ પાસે ડ્રગ્સનો મુદ્દામાલ હોવાની પણ માહિતી મળી હતી. ઇસમો ચોરી છૂપીથી ડ્રગ્સનું વેચાણ કરતા હતા. પકડાયેલા આરોપીમાં મુખ્ય આરોપી વિરુદ્ધ અઠવા રાંદેર અને જહાંગીરપુર પોલીસ ગુના દાખલ છે. સુરત પોલીસે તડીપાર પણ કર્યો હતો. જ્યારે આરોપી અસદ રંગુની વિરુદ્ધ અઠવા પોલીસમાં બે ગુના દાખલ થયેલા છે. પકડાયેલ આરોપી આ ડ્રગ્સ મુંબઈ ખાતેથી કોની પાસેથી લાવીને અહીંયા કોને કોને વેચાણ કરતા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આ ઈસમો પાસેથી 7,82,000 રૂપિયાનું ડ્રગ્સ, 40 હજાર રોકડા, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેક કરવાનું પ્લાસ્ટિક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. અલ્લારખા ઉર્ફે લાલા બરફવાલા નામનો ઇસમ ગેરકાયદેસરના ડ્રગ્સનું ચોરી છુપીથી વેચાણ કરતો આવેલો છે અને તે પર્વત પાટીયા, ડી.આર.વર્લ્ડ મોલના ત્રીજા માળે આવેલ હોટલ ફ્રાન્સના રૂમ નંબર-7માં રોકાયેલો છે. .
. આ ઉપરાંત આરોપીઓ પાસેથી 3 ઇન્જેકશનની સીરીંજ, ડ્રગ્સ વેચાણના રોકડા 40,090, 3 મોબાઇલ, 300 ડ્રગ્સ પેકીંગની પ્લાસ્ટીકની ઝીપ બેગો અને વજન કરવાની ડીઝીટલ વજન કાંટી સહીત કુલ 8,54,590નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.