સુરતની મહિલા લંડનના યુવક સાથે લગ્ન કરવામાં ભારે ફસાણી! યુવકે એવી ઠગાઈ કરી કે જીવનભર નહીં ભૂલે, 12 લાખ રૂપિયાની….

ઓનાલાઈન અનેક ફ્રોડ વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક બનાવ સામે આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે નાના વરાછામાં રહેતી 56 વર્ષીય વિધવાએ સોશિયલ મીડિયા થકી લંડન રહેતા યુવકની સાથે લગ્ન કરવાના ચક્કરમાં 12.15 લાખની રોકડ અને દાગીના ગુમાવ્યા છે. ગઠિયાએ લંડન રહેતો હોવાની અને નામ આશીષ હોવાનું કહી વિધવા સાથે છેતરપિંડી કરી હતી.

યુવાને કહ્યું કે તમે વિધવા છો અને હું એકલો છું, તો આપણે જીવનસાથી બની જઈએ. બોલો શું વિચાર છે? મારી રેમન્ડ કંપનીની શોપ છે તેમજ રાજકોટમાં જમીન-ફાર્મ છે. હું તમને લંડન લઈ જઈશું. છેતરપિંડી કરનારને ઝડપી લેવામાં આવ્યો હતો.

ગઠિયાએ વિધવાનો પાસપોર્ટ અને વિઝાની પ્રોસેસ ચાલુ કરાવી હોવાનું કહી ને વિધવાએ બે પાર્ટમાં 5.15 લાખ મોકલી આપ્યા હતા. ગઠિયાના સાગરીતે પહેલા તો વિધવાનો તેનો ફોટો બતાવ્યો હતો. આથી વિધવાએ વિશ્વાસ કરી તેને 13 તોલાના સોનાના દાગીના રૂ. 7 લાખની કિંમતના આપી દીધા હતા.

અઠવાડિયા પછી ઠગ આશિષે વિધવાને દાગીના મળી ગયા હોવાનો ફોટો પણ બતાવ્યો હતો. ત્યાર પછી વિધવા સાથે વાત કરવાનું ઓછું કરી દીધું હતું. આખરે લંડન ન લઈ જતાં વિધવાએ દાગીના અને રોકડની માગણી કરી તો ગઠિયો વાયદા કરવા માંડ્યો હતો.

છેવટે વિધવાએ સાઇબર ક્રાઇમમાં આ અંગે અરજી આપી હતી. જેના આધારે સાઇબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે. વિધવા સાથે ગઠિયો એક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યો હતો. આ ગુનામાં મોરબી જિલ્લાના આમરણ ગામ ખાતે રહેતા આરોપી મહેશભાઈ લાભુપરી ગોસાઈની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 7 લાખના કિંમતના દાગીના પણ રીકવર કરવામાં આવ્યા છે. આરોપીએ ફેક ઇન્સટાગ્રામ આઈ.ડી બનાવી ઠગાઈ આચરી હતી.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *