સુરત : વીમા કંપનીના નામે 1200 લોકોને છેતર્યા, રૂ.15 કરોડની ઠગાઈ કરનાર આરોપીએ એવું ભેજું ચલાવ્યું કે જાણીને મગજ કામ નહીં કરે…
માણસ પૈસા બચત કરવા માટે બેંકો અને વીમા કંપનીમાં રોકાણ કરે છે પરંતુ જેના પર વિશ્વાસ કર્યો હોય એજ લૂંટીને ચાલ્યા જાય છે. હાલમાં જ બિલીમોરામાં વર્ષ 2010થી લઈને 2014 સુધીમાં એક લાઈફ ટાઈમ ગ્રુપ બનાવીને 1200 જેટલા લોકો સાથે 15 કરોડની છેતરપિંડીના કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
સુરત સીઆઈડી ક્રાઇમે 4 લોકોની ધરપકડ કરી છે. આ ચાર ડિરેક્ટરોને CID ક્રાઇમ દ્વારા નવસારી તેમજ વલસાડ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ચારેય લોકોએ ઇન્સ્યોરેન્સ કંપનીની જેમ જ પોતાની કંપનીમાં કમિશન એજન્ટની નિમણૂક કરીને લોકો સાથે છેતરપિંડી કરી હતી.
2021માં બિલીમોરામાં રહેતા તેજસકુમાર પટેલ દ્વારા સીઆઈડી ક્રાઈમમાં નરેશ પટેલ, પ્રકાશ પટેલ, ધર્મેશ પટેલ, સંદીપ પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વર્ષ 2021માં આરોપીઓએ સાથે મળી લાઈફ ટાઈમ ગ્રુપ બનાવ્યું હતું અને બિલીમોરામાં ધ્રુવી મોલમાં એક ઓફિસ ભાડેથી રાખી હતી. છ ડિરેક્ટરો દ્વારા આ કંપનીની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ 2013માં એક ડિરેક્ટરને ભાગમાંથી છૂટો કરી દીધો હતો.
પાંચ ડિરેક્ટરોએ 16 એજન્ટ નિમિને લાઈફ ટાઈમ ગ્રુપ બનાવી તેમાં અલગ અલગ લોભામણી સ્કીમ મૂકી એજન્ટ મારફતે 1200 કરતાં વધારે લોકોને પોતાની કંપનીમાં 15 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. એનજન્ટો દ્વારા પેન્શન યોજના, ફિક્સ ડિપોઝિટ, મંથલી પ્લાન જેવી અલગ અલગ સ્કીમ ઠાગાઠૈયા ચાલુ કર્યા હતા અને કંપનીના ડિરેક્ટરોએ રકમ આપી નહોતી.