Gujarat

સુરતમાં ધોળે દિવસે ખૂની ખેલ ખેલાયો!આ કારણે યુવકને છુરીના ઘા મારીને કરપીણ હત્યા કરી નાખી…

હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ સુરતમાં શહેરમાં નવાગામ ડીંડોલીમાં ગત મોડી રાત્રે બે યુવાનોએ જાહેરમાં એક યુવક પર તિક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે અને સૌથી કરુણ દાયક વાત એ છે કે, છાપરી ઘા ઝીંકી તેની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે અન્ય યુવક પર તેની સાથે હોવાની શંકા રાખી તેની પર પણ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો મૂળ ઉત્તર પ્રદેશના વતની અને સુરતના નવાગામ ડીંડોલી ખાતે રહેતો યુવક રાજા વર્મા ની સાથે ઝઘડો કરતા હતા. દરમિયાન અચાનક જ બંને યુવકો રાજા વર્માને માર મારવા માંડ્યા હતા. અચાનક તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવા માંડ્યા હતા. જીવણ અને સંદીપ નામના બંને યુવકોએ સાથે મળી રાજા વર્મા પર આગળ અને પાછળથી તિક્ષ્ણ હથિયાર અને ચપ્પુ વડે હુમલો કરી રાજા વર્માનું ઘટના સ્થળે જ ઢીમ ઢાળી દીધું હતું.

હુમલો કરનાર બંને યુવકોએ આ પણ રાજા વર્માનો મિત્ર છે,એમ કહી તેની પર પણ હુમલો કર્યો હતો.જોકે સંદીપ રાય દ્વારા બૂમાબૂમ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર બંને યુવકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. સંદીપ રાય પાસેથી જાણવા મળ્યું હતું કે, રાજા વર્મા અને મારનાર સંદીપ અને જીવણ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. એ બંને વચ્ચેનો કઈ બાબતનો ઝઘડો છે,એની માહિતી તો ચોક્કસથી ખબર નથી પરંતુ તેની અદાવત રાખીને જ રાજા વર્માની હત્યા કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવાગામ ડીંડોલીના રેલવે ટ્રેકની ગલીમાં બનેલ ખુની ખેલમાં રાજા વર્માની હત્યા કરી બંને યુવકો નાસી છૂટ્યા હતા. ઘટનાની જાણ થતા ડીંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. જેની પર હુમલો થયો હતો તે બંને યુવકોને પોલીસે તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા. જોકે સ્મીમેર હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ રાજા વર્માને મૃત જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!