Gujarat

નકલી નોટ મામલે નવો વળાંક આવ્યો : સુરત બાદ જામનગર મા એવી જગ્યા એ થી નકલી નોટ મળી આવી કે જાણી ને ચોંકી જશો…

હાલમાં જ  સુરત શહેરમાં કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી એક એમ્બ્યુલન્સને અટકાવી તપાસ કરવામાં આવી હતી. આ ડુપ્લિકેટ નોટનો ઉપયોગ મુવી શુટીંગમાં કરવાના હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ તમામ નોટમાં ‘રિવર્સ બેંક ઓફ ઇન્ડિયા’ લખેલું હતું. તેમજ કામરેજ પોલીસે ગણતરી હાથ ધરતાં નોટોની કુલ રકમ 25 કરોડ 80 લાખ સામે આવી હતી.

જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરત પોલીસે સુરત જિલ્લામાં બનાવટી નોટ શબદ કાર્યવાહી કરી હતી જેમાં ખુલેલી વિગતોના અનુસંધાને સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્યું છે.હિતેશ કોટડિયાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે, ‘અમિર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી’ નામક સ્ટોરી બનાવના હોવાથી આ માટે આટલા મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટો લઈ જવામાં આવી રહી હતી. ફરી એકવાર  સુરતના કામરેજ ખાતેથી ગઈકાલે 25.80 કરોડની જાલી નોટ પકડવામાં આવી છે.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની જાલી નોટનો જથ્થો મળી આવ્યો છે.  હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હોવાની અને નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું તેઓએ જણાવ્યું છે.

સુરતમાંથી 25.80 કરોડની 72,000 ની જાલી નોટનો જથ્થો મળી આવ્યો હતો.  મૂળ કાલાવડ પંથકના હિતેશ કોટડીયા એ અમીર બાપનો દીકરો અને ગરીબ બાપની દીકરી નામની ફિલ્મ ના શૂટિંગ માટે આ નોટ ફોટો કોપી કરાવી હોવાની વિગતો પોલીસમાં જાહેર થઈ હતી દરમિયાન હિતેશ કોટડીયા ની પૂછપરછ માં વધુ જથ્થો કાલાવડ પંથકમાં સંતાડ્યો હોવાની કેફિયત તેઓએ આપી હતી.

જેને લઈને આજે સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક અવરો મકાનના મગફળીના ભુક્કામાંથી વધુ 20 કરોડ ઉપરાંતની જાલી નોટ કબજે કરી છે. જોકે આ નોટ ક્યાં છાપી છે? અને ખરેખર ફિલ્મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!