Gujarat

સુરતમાં કરોડોના બંગલામાં રહેતા પરિવારનો દીકરા એ મોજશોખ કરવા કર્યો મોટો કાંડ ! કુલ 21 લાખ

હાલમાં જ સુરત શહેરમાં એક ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે. આપણે જાણીએ છે કે, સુરત શહેરમાં શ્રીમંત પરિવારનાં સંતાનો લક્ઝ્યુરિસ લાઈફ સ્ટાઈલ જીવે છે, છતાં પણ હાલમાં એક એવી ઘટના બની છે કે, સિટીલાઇટ સ્થિત આવેલા નેમિનાએપાર્ટમેન્ટમાંથી 21.07 લાખની ચોરી કરનાર યુવકની ધરપકડ કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાંચની ટીમએ સફળતા પૂર્વક ચોર કરનાર યુવકને ઝડપી પાડ્યો છે, સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુવક પોતે શ્રીમંત અને ખુબ જ સારા ઘરના પરિવારમાંથી આવે છે. કરોડો રૂપિયાના બંગલામાં રહે છે તેમજ શ્રીમંત પરિવાર નો હોવા છતાં પણ તે ચોરી કરતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, યુવક ખરાબ મિત્રોની સંગતમાં પોતાના મોજશોખ પુરા કરવા ચોરીના રવાડે ચડી ગયો હતો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, તા. 9 ઓગસ્ટના રોજ સિટીલાઈટ ખાતે આવેલા નેમીનાથ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રિયાંક રાજેન્દ્રકુમાર શાહના ઘરમાં ચોરી થઈ હતી. અજાણ્યો યુવક કાચની બારીનું સ્લાઇડિંગ લોક તોડી ઘરમાં પ્રવેશ્યો હતો અને ઘરમાંથી ડાયમંડ જડિત સોનાના દાગીના મળી કુલ રૂપિયા 21.07 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી

આ બનાવમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અલથાણ ખાતે માન સરોવર બંગ્લોઝમાં રહેતા સુમિત તુલસીસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો છે. જાણવા મળ્યું છે કે, સુમિત રાજપુતનું પરિવાર લક્ઝ્યુરિયસ લાઈફ જીવે છે. અલથાણ ખાતે આવેલા કરોડોની કિંમતના માન સરોવર બંગ્લામાં રહે છે. પરિવાર ટેક્સટાઇલનો બિઝનેસ કરે છે. પિતા નથી પરંતુ બે ભાઈ ટેક્સટાઇલના વેપારી છે. તેમના ભાઈએ સુમિતને ટેક્સટાઇલ વેપારમાં સેટ કરવા કાપડની દુકાન પણ કરી આપી હતી. પરંતુ તે વ્યવસ્થિત ચાલી ન શકતા બંધ કરી દીધી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ખરાબ મિત્રોની સંગતમાં અને પોતાના મોજશોખ પુરા કરવા સારું ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી કોલેજમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે તે સારા ઘરનો છોકરો છે અને કોલેજ પૂર્ણ કર્યા બાદ તેણે પોતાનો ધંધો શરૂ કર્યો હતો પરંતુ તેમાં તે સફળ થયો ન હતો અને તે ચાર છ મહિનાથી બેકાર હતો.ડીસીબી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 7.70 લાખના સોના-ચાંદીના દાગીના, એક મોબાઈલ, એક બાઈક તેમજ રોકડ રૂપિયા 21 હજાર મળી કુલ 8.31 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!