Gujarat

વ્યાજખોરો ત્રાસથી પટેલ યુવાન સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લીધો ! વ્યાજ ચુકવવા ગાય અને..

આજકાલઆત્મહત્યાના ઘણા બધા બનાવ જોવા મળે છે, જ્યાં જુઓ ત્યાં દર બે દિવસે આ વ્યક્તિએ આના કારણે આત્મહત્યા કરી લીધી, તથા બીજા વ્યક્તિએ આ કારણને લીધે આત્મહત્યા કરી લીધી, આમ આપણને સાંભળવા મળતું હોય છે. અને એવો જ એક કિસ્સો સુરત જિલ્લામાં બન્યો હતો તેમાં આપઘાત કરનાર વ્યક્તિએ ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

સમગ્ર ઘટના મુજબ હતી તેમાં આપઘાત ખાનાર વ્યક્તિ લેણદારો સતત પઠાણી ઉઘરાણી કરતા હતા.આમ તેનાથી પહોંચી ન વળતા ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો આ સમગ્ર કિસ્સો સુરત જિલ્લાના મહુવા તાલુકાના વહેવલ ગામમાં બન્યો હતો. અને તેમાં એક વ્યક્તિથી પોતાનું દેવું પહોંચી ન વળતા ઝાડ સાથે લટકીને આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થઈ હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તેમાં મૃતકની પત્નીને પૂછતાછ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ મૃતક ચાપલધરા ગામ નો હોવાનું જણાવ્યું છે અને તેમનું નામ ઠાકોરભાઈ પટેલ છે તે વિગત પણ બહાર આવી છે. સમગ્ર બાબતમાં એવું પણ જાણવા મળ્યું છે કે મૃત્યુ કે દેવું ચૂકવવા માટે પોતાના ગાય અને બકરા ને પણ વેચી દીધા હતા, પરંતુ લેણદાર એ ખુબ જ મોટી પઠાણી ઉઘરાણી કરતા તેમને આ અંતિમ પગલું ભરવાનો નિર્ણય લીધો હતો.

જ્યારે પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર ફરિયાદ નોંધાઈ હતી તેમાં આ બનાવ 8 મી જુનના દિવસે બનેલો હતો. અને તેમાં મહુવા તાલુકામાં આવેલ વહેવલ ગામની નજીક સેન્ટ્રલ નર્સરી આવેલી છે ત્યાં અનાવલથી મહુવા જવાના રસ્તાની બાજુમાં એક ઝાડ છે ત્યાં લટકીને આ વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી હતી.

મળેલી માહિતી અનુસાર સવારે સાતથી આઠ વાગ્યાની આસપાસ આ વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. અને તેના આધારે તેમના પત્ની ગીતાબેન પટેલ સાથે વાતચીત કરતા તેમને પોલીસને ફરિયાદ કરી હતી. ઠાકોરભાઈ પટેલ વાંસદા તાલુકાના ચાપલધરા ગામમાં આવેલ ડુંગરી ફળિયામાં રહેતા હતા.

મળેલ માહિતી અનુસાર ઠાકોરભાઈ એ તે ગામમાં રહેતા મોહનભાઈ શીવાભાઈ પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા. અને તેમાં તેમને એક લાખ રૂપિયા તો આપી દીધા હતા, પરંતુ અન્ય લોકો પાસેથી પણ તેમણે ઘણા બધા રૂપિયા ઉછીના લીધા હતા. પૈસા ચૂકવવા માટે તેમને પોતાના ગાયોને બકરા પણ વેચી નાખ્યા હતા પરંતુ તે પોતાના પૈસા ન ચૂકવી શકતા જ અવારનવાર લોકો તેમના ઘરે આવતા હતા અને પૈસા પાછા લેવા માટે માનસિક ત્રાસ પણ આપતા હતા.

આ સમગ્ર બાબતથી ઠાકોરભાઈ ખૂબ જ કંટાળી ગયા હતા અને તે દેવું ચૂકવી ન શકે તેવી હાલતમાં આવી ગયા હતા. તેથી તેમને ત્રણ પાનાની આત્મહત્યાની નોટ લખી હતી અને તેમાં પોતાની જિંદગી પૂરી કરી નાખી હતી. તેઓ વહેવાલ ગામ પાસે આવેલ સેન્ટ્રલ નર્સરીમાં દોરી વડે ફાંસો બનાવી દીધો અને ઝાડ સાથે લટકી ગયા હતા. આ સમગ્ર બાબતની ફરિયાદ જ્યારે મહિલા પોલીસને મળી હતી તેમાં આપઘાત કરવા માટે તથા દુષ્પ્રેરણાનો ગુનો આરોપી સામે દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!